Firing at Imran Khan during rally
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પર 3 નવેમ્બર, 2022ના રોજ પાકિસ્તાનના વઝીરાબાદમાં ફાયરિંગ થયું હતું. Urdu Media via REUTERS

પાકિસ્તાનમાં આશરે સાત દાયકાથી ગોળીબાર અને આતંકવાદી હુમલાઓએ ઘણા રાજકારણીઓના જીવ લીધા છે તથા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવા નેતાઓની લાંબી યાદીમાં હવે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પણ જોડાયા છે.

પાકિસ્તાનના આવા કુખ્યાત ઇતિહાસની શરૂઆત 16 ઓક્ટોબર, 1951એ થઈ હતી. આ દિવસે દેશના પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી ખાનની રાવલપિંડીના કંપની ગાર્ડન્સમાં એક જાહેર સભા દરમિયાન ગોળી મારીને હત્યા કરાઈ હતી. તેનાથી આ નવા રાષ્ટ્રની નાજુક લોકશાહી માળખાના પાયાને નુકસાન થયું હતું.

1951માં કંપની ગાર્ડન્સમાં ચલાવવામાં ગોળી આવેલી ગોળીઓ પ્રથમ મોટી રાજકીય હત્યા હતી. પરંતુ કમનસીબે તે છેલ્લો પ્રયાસ ન હતો, કારણ કે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ આવા હુમલાનો સામનો કર્યો છે તેવા રાજકારણીઓની લાંબી યાદીમાં સામેલ થયા હતા.

સાત દાયકાથી ચાલુ રહેલા આવા હુમલાઓએ ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો, તેમના ભાઈ મીર મુર્તઝા ભુટ્ટો, ગુજરાત પ્રાંતના નેતા ચૌધરી ઝહૂર ઈલાહી, પંજાબના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન શુજા ખાનઝાદા અને લઘુમતી ખાતાના ભૂતપૂર્વ પ્રધાન શાહબાઝ ભટ્ટી સહિત અનેક રાજકારણીઓના જીવ લીધા છે.

આ ઉપરાંત ખૈબર-પખ્તુનખ્વા (KPK) એસેમ્બલીના સભ્ય અને અવામી નેશનલ પાર્ટીના બશીર અહેમદ બિલોર અને તેમના પુત્ર હારૂન બિલોર, ધાર્મિક વિદ્વાન અને ભૂતપૂર્વ સેનેટર મૌલાના સમીઉલ હક, મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના સૈયદ અલી રઝા આબિદી અને પીટીઆઈના સરદાર સોરન સિંહ પણ આવા હુમલામાં માર્યા ગયા હતા.

ઇમરાન ખાનની જેમ જ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના હાલના આયોજન મંત્રી અહેસાન ઈકબાલ પણ હત્યાના પ્રયાસમાં બચી ગયા છે. રાવલપિંડીમાં એક ચૂંટણી રેલી પૂરી થઈ પછી બેનઝીરની 27 ડિસેમ્બર, 2007ના રોજ એક આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી.બેનઝીરના કાર્યકાળ દરમિયાન 20 સપ્ટેમ્બર, 1996ના રોજ કરાચીમાં પોલીસ એન્કાઉન્ટરમાં તેમના ભાઈ અને છ સહયોગીઓની ગોળી મારી હત્યા કરાઈ હતી.

2 માર્ચ, 2011ના રોજ બંદૂકધારીઓએ શાહબાઝ ભટ્ટીની હત્યા કરી હતી. ભટ્ટીએ ઇશ્વરનિંદા કાયદા વિશે ટીપ્પણી કરી હતી અને દેશના પીડિત લઘુમતીઓના અધિકારોની તરફેણ કરી હતી. સરદાર સોરન સિંઘની 22 એપ્રિલ, 2016એ તેમના ઘરની નજીક ટાર્ગેટ હુમલામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દેશમાં આ હુમલાઓ ચાલુ રહ્યા છે અને રાષ્ટ્રની ચેતનાને નુકસાન પહોંચાડ્યું છે.

એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે અહેવાલ મુજબ પાકિસ્તાનમાં રાજકીય હત્યાઓની સતત આશંકા સતાવે છે. આ આગ હજુ સુધી ઓલવાઈ નથી અને ઘા હજુ પણ રુઝાયા નથી. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેજિસ્લેટિવ ડેવલપમેન્ટ એન્ડ ટ્રાન્સપરન્સી (PILDAT) ના પ્રમુખ અહેમદ બિલાલ મહેબૂબને ટાંકીને રીપોર્ટમાં જણાવ્યું હતું કે “અમે ભૂતકાળમાંથી કોઈ પાઠ શીખ્યા નથી. વાસ્તવમાં હિંસક હુમલાઓની શ્રેણીમાં વધારો થયો છે.” તેમણે કહ્યું કે સંગઠિત અને સભ્યતાથી રાજકારણ રમવા માટે ભાગ્યે જ કોઈ યોજના ઘડવામાં આવી છે.

LEAVE A REPLY

6 + five =