$6.4 બિલિયન પોર્ટફોલિયો સાથેની કોમર્શિયલ રરીયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પીચટ્રી ગ્રૂપે પહેલી ડિસેમ્બરથી આશરે $660 મિલિયન ક્રેડિટ રોકાણો સુરક્ષિત કર્યા છે, જેમાં વધારાના $350 મિલિયનને આગામી 30 થી 45 દિવસમાં આખરી ઓપ અપાય તેવી અપેક્ષા છે. પીચટ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ રોકાણો હોટલ, મલ્ટિફેમિલી, ઔદ્યોગિક અને વિદ્યાર્થીઓના આવાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પીચટ્રી ગ્રૂપના મેનેજિંગ પ્રિન્સિપાલ/સીઈઓ ગ્રેગ ફ્રાઈડમેને જણાવ્યું હતું કે, “અમે સતત વધતા વ્યાજ દરોની અપેક્ષા અને બેન્ક એક્સપોઝરમાં સતત ઘટાડોની અપેક્ષાના પ્રતિભાવમાં વધુ ગતિશીલ પ્રવૃત્તિ જોઈ રહ્યા છીએ.” “2028 ના અંત સુધીમાં યુએસ કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં ડેટ $2.8 ટ્રિલિયન હોવાનો અંદાજ છે, તેના લીધે આ ઋણને રિફાઇનાન્સ કરવાની ચિંતામાં વધારો થયો છે. કોમર્શિયલ રિયલ એસ્ટેટના હિસ્સેદારો વધતા મૂડી ખર્ચ અને મર્યાદિત પ્રવાહિતાના પડકારો સાથે ઝઝૂમી રહ્યા છે, ખાસ કરીને એક્વિઝિશન, રિકેપિટલાઇઝેશન અને ડેવલપમેન્ટ પહેલ માટે મૂડી સુરક્ષિત કરવામાં તેઓને સંઘર્ષ કરવો પડી રહ્યો છે.”

પીચટ્રીએ તાજેતરમાં 350 રૂમની મેરિયોટ ડ્યુઅલ-બ્રાન્ડ એસી હોટેલ, સનીવેલ મોફેટ પાર્ક અને TETRA હોટેલ, કેલિફોર્નિયાના સન્નીવેલમાં ઓટોગ્રાફ કલેક્શનને પુનઃકેપિટલાઈઝ કરવા માટે $102.9 મિલિયનની ત્રણ વર્ષની લોન મેળવીને અત્યાર સુધીના તેના સૌથી મોટા વ્યક્તિગત ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સમાંથી એક ક્લોઝ કર્યું છે.

LEAVE A REPLY

9 + sixteen =