Residents get drinks as they take part in a street party organised by residents of Battersea in south London on June 2, 2012, as Britain celebrates Queen Elizabeth II's Diamond Jubilee.The Queen's Diamond Jubilee will take place June 2-5, 2012, and celebrations will include a festival of boats on the river Thames and the lighting of more than 2,000 beacons around the country during a four-day public holiday. AFP PHOTO / ANDREW COWIE (Photo credit should read Andrew Cowie/AFP/GettyImages)

બ્રિટન પ્લેટીનમ જ્યુબિલી માટે બિગ બેશની તૈયારી કરી રહ્યું છે. આ પ્રસંગને ઉજવવા માટે રવિવારે દેશભરમાં 200,000 થી વધુ વિશેષ લંચ કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને 12 મિલિયન લોકો જ્યુબિલી સ્ટ્રીટ પાર્ટીઓનો આનંદ માણશે.

બિગ જ્યુબિલી લંચ માટે પહેલેથી જ 85,000ની સંખ્યા નોંધાઇ ચૂકી છે અને બેંક હોલીડે સુધીમાં છેલ્લી મિનિટ સુધી લોકો નોંધણી કરાવે તેવી અપેક્ષા છે. એક દાયકા પહેલા ડાયમંડ જ્યુબિલી વખતે 64,000ની સંખ્યા નોંધાઇ હતી. આયોજકો માને છે કે આ રવિવારે યોજાનાર 200,000થી વધુ વિશેષ લંચના કાર્યક્રમો રાષ્ટ્રની પ્રશંસા ઉપરાંત લોકોને એકસાથે લાવશે. પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઑફ કોર્નવોલ તેમ જ અર્લ ઑફ વેસેક્સ અને કાઉન્ટેસ બધા સમુદાયના કાર્યક્રમોમાં ચા અને કેક માટે જોડાશે.

આ ઉજવણીનું આયોજન ઈડન પ્રોજેક્ટ બિગ લંચ પહેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કોમનવેલ્થ દેશો અને તેની બહાર – કેનેડાથી બ્રાઝિલ, ન્યુઝીલેન્ડથી જાપાન અને દક્ષિણ આફ્રિકાથી સ્વિટ્ઝર્લેન્ડ સુધી 600 થી વધુ આંતરરાષ્ટ્રીય બિગ જ્યુબિલી લંચનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઓક્સફોર્ડશાયરના ગોરિંગ અને બર્કશાયરનમા સ્ટ્રીટલી ગામના આયોજકો એક કિલોમીટર લાંબી પાર્ટીની ઉજવણી કરવાની યોજના ઘડી રહ્યા છે. તેઓ સૌથી લાંબી જ્યુબિલી સ્ટ્રીટ પાર્ટીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની આશા રાખે છે. બંને ગામની હાઇ સ્ટ્રીટને જોડતા 500થી વધુ ટેબલો પાથરવામાં આવશે. મોરકમ્બ, લેન્કેશાયરમાં 300 ટેબલોની પાર્ટી થશે.

બર્મિંગહામના વિક્ટોરિયા સ્ક્વેરમાં એક મુખ્ય ઓપન-ટુ-ઑલ ઇવેન્ટનું આયોજન કરાયું છે.  બ્રિસ્ટોલમાં રાણીની વૈશ્વિક લોકપ્રિયતાને પ્રકાશિત કરતી ઉજવણી થશે. પ્રેસ્ટનમાં એક ઇવેન્ટમાં 10,000 લોકો જોડાય તેવી અપેક્ષા છે. પોર્ટ્સમથમાં બે ઇવેન્ટ્સમાં લાઇવ પર્ફોર્મન્સ અને બેન્ડસ્ટેન્ડ પરફોર્મન્સ થશે. ચાર્લ્સ અને કેમિલા સાઉથ લંડનના ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મિજબાનીમાં જોડાશે. આ દરમિયાન સોફી અને એડવર્ડ વિન્ડસર કેસલ તરફ દોરી જતા લોંગ વોક પર લંચ માટે સમુદાયના સભ્યો સાથે જોડાશે.

લોકો હજુ પણ TheBigJubileeLunch.com પર મફત ડિજિટલ ઇવેન્ટ પેક ડાઉનલોડ કરી શકે છે અને તેના ડિજિટલ નકશા પર તેમના લંચની નોંધણી કરાવી શકે છે.