ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુદાનમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વિદેશ પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સુદાનમાં ભારતના રાજદૂત અને અનેક અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. બેઠક દરમિયાન, વડાપ્રધાન મોદીએ સુદાનમાં સૌથી તાજેતરની ઘટનાઓનું મૂલ્યાંકન કર્યું અને સમગ્ર દેશમાં હાલમાં સ્થિત 3,000થી વધુ ભારતીય નાગરિકોની સલામતી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, સ્થાનિકની પરિસ્થિતિનો પ્રથમદર્શી અહેવાલ મેળવ્યો હતો. વડાપ્રધાને એક ભારતીય નાગરિકના નિધન પર શોક વ્યક્ત કર્યો જેઓ ગત અઠવાડિયે ગોળીબારનો ભોગ બન્યા હતા.
વડાપ્રધાને તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા, ઘટનાની નજીકથી દેખરેખ રાખવા અને સુદાનમાં ભારતીય નાગરિકોની સલામતીનું સતત મૂલ્યાંકન કરવા અને તેમને શક્ય તમામ સહાયતા આપવા સૂચના આપી હતી. તેમણે આ ક્ષેત્રના પડોશી દેશો તેમજ સુદાનમાં નોંધપાત્ર સંખ્યામાં રહેતા નાગરિકો સાથે ગાઢ સંપર્ક જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

LEAVE A REPLY

twelve + 5 =