પ્રતિક તસવીર (ANI Photo)

બ્રિટનમાં ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ પ્રેક્ટિસ (IOPC)એ તપાસ બાદ પોલીસ કસ્ટડીમાં એક શીખની પાઘડી ઉતારી તપાસ કરવાના અને કહેવાતા દુર્વ્યવહારના આરોપમાં વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ સાર્જન્ટને નિર્દોષ જાહેર કર્યો છે. બનાવ અંગે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને પોલીસ સામે ફરિયાદ કરાઇ હતી. તે સમયે પેરી બાર કસ્ટડી સ્યુટની બહાર વિરોધ કરાયો હતો.
ફરિયાદી, શીખે આરોપ લગાવ્યો હતો કે ઓક્ટોબર 2021માં બર્મિંગહામમાં તેની અટકાયત દરમિયાન સાર્જન્ટે બળજબરીથી તેની પાઘડી ખોલી હતી. શીખે તેની સાથે કરાયેલ વયવહારને વંશીય ભેદભાવ ગણાવ્યો હતી.

વેસ્ટ મિડલેન્ડ્સ માટે IOPC પ્રાદેશિક નિયામક, ડેરિક કેમ્પબેલે કહ્યું હતું કે “અમે સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી અને એકત્ર કરાયેલા પુરાવાઓ પરથી અમારો અભિપ્રાય હતો કે એક અધિકારી માટે ગંભીર ગેરવર્તણૂક માટે જવાબ આપવાનો કેસ હતો. આ મુદ્દે સ્થાનિક સ્તરે અસંતોષ સર્જાયો હતો. અમને જાણવા મળ્યું છે કે ફરિયાદીની પાઘડી સાથે છેડછાડ કરાઇ નથી. સંપૂર્ણ તપાસમાંથી એકત્ર કરાયેલા પુરાવા પોલીસ શિસ્ત પેનલ સમક્ષ મૂકવામાં આવ્યા હતા જેમાં આરોપો સાબિત થયા ન હતા. હું અમારા શીખ પોલીસ અધિકારીઓના મૂલ્યવાન સમર્થનને સ્વીકારવા માંગુ છું જેમણે આ સંવેદનશીલ કેસમાં પોતાનો પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો હતો.’’

પેનલે આદેશમાં કહ્યું કે કાર્યવાહીના કોઈપણ અહેવાલમાં પોલીસ અધિકારીના નામનો ઉલ્લેખ ન કરવો જોઈએ.
આ અઠવાડિયાની શરૂઆતમાં, કાનૂની નિષ્ણાતોની સ્વતંત્ર સમિતિ સમક્ષ બે દિવસની સુનાવણીમાં જાણવા મળ્યું કે સાર્જન્ટ કે જેના પર માથાનું આવરણ હટાવવાનો આરોપ હતો તે પોલીસના વ્યાવસાયિક ધોરણોનો ભંગ કરતો નથી અને તેના વર્તનમાં આદર અને કૃતજ્ઞતાનો અભાવ હતો. તેણે બળનો ઉપયોગ પણ કર્યો ન હતો અને સમાનતા અને વિવિધતાના ધોરણોનું ઉલ્લંઘન કર્યું ન હતું.

LEAVE A REPLY

eleven + seventeen =