Cricketer Cheteshwar Pujara
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા (ફાઇલ તસવીર (Photo by Michael Dodge/Getty Images)

ભારતીય ટેસ્ટ ટીમ નબળા દેખાવના પગલે સ્થાન ગુમાવ્યા પછી ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ સસેક્સ વતી ઈંગ્લિશ કાઉન્ટીમાં રમતા આ વર્ષે ચોથી મેચમાં બે ડબલ સેન્ચુરી પછી બે સેન્ચુરી મારી પોતાના નામનો ડંકો વગાડી દીધો છે. તેણે એક ડબલ અને અને છેલ્લે મિડલસેક્સ સામેની મેચમાં સદી પણ અણનમ રહીને કરી હતી, જે તેની સફળતા ઘણી મજબૂત હોવાનું દર્શાવે છે.

પૂજારાએ ચાર મેચમાં ૧૪૩.૪૦ની સરેરાશથી ૭૧૭ રન કર્યા છે.મિડલસેક્સ સામે પહેલી ઈનિંગમાં તો એ ફક્ત ૧૬ રને આઉટ થયો હતો, પણ બીજી ઈનિંગમાં તેણે ૧૯૭ બોલમાં ૨૨ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ રહી ૧૭૦ રન કર્યા હતા. તેણે ડર્બીશાયર સામે બીજી ઈનિંગમાં અણનમ 201, વોર્સેસ્ટરશાયર સામે પહેલી ઈનિંગમાં 109 તથા ડરહામ સામે એકમાત્ર ઈનિંગમાં 203 કર્યા હતા.