Priyanka will be seen in the American spy series
(ANI Photo)

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરા લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી થયા પછી તે ત્યાં પણ ખૂબ જ એક્ટિવ છે. બોલિવૂડની આ દેશી ગર્લનો ચાર્મ વિદેશોમાં પણ જળવાઇ રહ્યો છે. ટૂંક સમયમાં તે અમેરિકન જાસૂસી સીરિઝ સિટાડેલમાં જોવા મળશે.

આ સિરીઝમાં તે એક્શન કરતી પણ જોવા મળશે. તેણે સીરિઝનો ફર્સ્ટ લૂક પણ શેર કર્યો છે.  તેણે હિન્દી સિનેમામાં ઘણી હિટ ફિલ્મો આપી છે, તેની સાથે તેણે હોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આજે તેમનું નામ આખી દુનિયામાં ગૂંજે છે. તેણે ફર્સ્ટ લૂક પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો માટે પોસ્ટ કર્યો છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા એક અલગ જ અવતારમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સીરિઝમાં તેના પાત્રનું નામ સિટાડેલ હશે. પ્રિયંકાએ શેર કરેલી એક તસવીરમાં તે હાથમાં પિસ્તોલ લઈને બેઠેલી જોવા મળી હતી.

LEAVE A REPLY

10 + 1 =