ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓના એક રીપોર્ટ મુજબ તેમનો ટેક્સ પહેલાનો નફો વર્તમાન નાણાકીય વર્ષમાં ત્રણ ગણો વધીને ઓછામાં ઓછો રૂ. એક લાખ કરોડ જેટલો થશે. વૈશ્વિક બજારમાં પણ ક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ ઘટાડો અને સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ મળવાને કારણે કંપનીઓને તગડો નફો મળી રહ્યો છે.

ક્રિસિલના રીપોર્ટ પ્રમાણે ક્રુડ ઓઈલના ભાવ છેલ્લાં એક વર્ષમાં 30 ટકાથી વધુ ઘટ્યા છે અને તેમ છતાં ઓઈલ કંપનીઓએ રીટેલ ભાવમાં મે-2022 પછીથી ઘટાડો કર્યો નથી. તેને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓનો સંચાલનનો આ વર્ષનો નફો રૂ. એક લાખ કરોડથી વધી જશે. 2017થી 2022 દરમિયાન તેમનો સરેરાશ નફો રૂ. 60 હજાર કરોડ હતો. ગત વર્ષે આ નફો રૂ. 33,000 કરોડ હતો, જેની તુલનાએ આ નફો ત્રણ ગણો વધારે હશે. આ કંપનીઓની નફાકારકતા વધવાથી તેમના ક્રેડિટ મેટ્રિક્સમાં સુધારો થશે જે છેલ્લાં કેટલાક વર્ષોથી નબળો હતો.

LEAVE A REPLY