વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગરમાં સેમિકન્ડકટર અંગેની વૈશ્વિક કોન્ફરન્સ સેમકોનઈન્ડિયા 2023નું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આજે પવનની દિશા બદલાઈ ગઈ છે. આ બધું તમારા કારણે જ શક્ય બન્યું છે. તેમણે રોકાણકારોને કહ્યું કે 21મી સદીના ભારતમાં તમારા માટે અપાર તકો છે. ભારતની લોકશાહી, ભારતની વસ્તી અને ભારતમાંથી તમારા વ્યવસાયને બમણો, ત્રણ ગણો કરી શકે છે. જે રીતે સોફ્ટવેરને અપડેટ કરવાની જરૂર છે તે જ રીતે આ પ્રોગ્રામ પણ છે. SEMCONINDIA દ્વારા ઉદ્યોગ, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ સાથેના જોડાણો અદ્યતન રહે છે. હું પણ માનું છું કે સંબંધોમાં સુમેળ માટે આ જરૂરી છે. અમે ભારતના ડિજિટલ સેક્ટર અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં ઝડપી વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. થોડા વર્ષો પહેલા ભારત આ ક્ષેત્રમાં ઊભરતું ખેલાડી હતું અને આજે વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં આપણો હિસ્સો અનેક ગણો વધી ગયો છે.

વડાપ્રધાને કહ્યું કે, 2014માં ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન $30 બિલિયન ડોલર કરતાં ઓછું હતું. આજે તે 100 બિલિયન ડોલરને પાર કરી ગયો છે. ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ માત્ર બે વર્ષમાં બમણી થઈ ગઈ છે. ભારતમાં બનેલા મોબાઈલ ફોનની નિકાસ બમણી થઈ ગઈ છે. જે દેશ એક સમયે મોબાઈલ ફોનનો આયાતકાર હતો તે આજે વિશ્વના શ્રેષ્ઠ મોબાઈલ ફોનનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ભારતે નેશનલ ક્વોન્ટમ મિશનને મંજૂરી આપી છે. સેમિકંડક્ટર ઈકો-સિસ્ટમ માટે બદલાવો કરવામાં આવી રહ્યા છે. આ માટે દેશભરમાંથી 300 જેટલી કૉલેજોની ઓળખ કરવામાં આવી છે. જ્યાં સેમિકંડક્ટર વિષય પરના અભ્યાસક્રમોની શરૂઆત થશે. એક અંદાજ પ્રમાણે આગામી પાંચ વર્ષમાં એક લાખ ડિઝાઇન એન્જિનિયર અહીં તૈયાર થશે. ભારતની સ્ટાર્ટઅપ ઈકો-સિસ્ટમથી સેમિકંડક્ટર ક્ષેત્રને નવું બળ મળશે. જેના થકી ભારત વિશ્વની સેમિકંડક્ટર ઇન્ડસ્ટ્રીનું પાવર-કંડક્ટર બનશે.

LEAVE A REPLY

three × one =