પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સરકારે વાયરસને રોકવા માટે નવું જાહેર માહિતી અભિયાન ‘હેન્ડ્ઝ, ફેસ, સ્પેસ એન્ડ ફ્રેશ એર’ આદર્યું છે. જેમાં લોકોને ઘરની અંદર એકઠા ન થવા, ઘરોમાં વેન્ટિલેશન સુધારવા માટે વિંડોઝ ખોલવા, હગ કરવા માટેના દબાણનો કેવી રીતે પ્રતિકાર, સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન અંગે સલાહ આપવામાં આવી છે. આ અભિયાનમાં નિયમો તોડવાની લાલચ સામે કેવી રીતે દબાણનો સામનો કરવા તે અંગે મનોવૈજ્ઞાનિક લેવરન એન્ટ્રોબસે પાંચ ટીપ્સ આપી છે.

લેવરન એન્ટ્રોબસે લોકોને નિયમો ન તોડવા માટે કાળજીપૂર્વક મીટિંગ્સની યોજના કરવાની સલાહ આપી છે. લોકો સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમોનો ભંગ કરવાની અરજ અનુભવે ત્યારે આવા દબાણનું સંચાલન કેવી રીતે કરવું તે અંગેની ટીપ્સ પણ અપાઇ છે.

જો મળવાનું થાય. તો ફક્ત છ અથવા બે ઘરના જૂથમાં જ મળો. યાદ રાખો કે તમે કોઇ પણ પ્રકારના કે કોઇ પણથી થતા દબાણ (પીઅર પ્રેશર)નો ભોગ બનશો નહીં. તમે મિત્રો અને પરિવારને આગલા તબક્કાના ફાયદાઓની યાદ અપાવી શકો છો. સામાજિક અંતર ખરેખર મહત્વપૂર્ણ હોવાથી અન્ય લોકો સાથે બે મીટર દૂરનું અંતર રાખો. જો લોકો નિયમોને તોડવાનું સૂચન કરે તો મક્કમ રહો અને તમારી જાતને અને તમારી આસપાસના લોકોને યાદ કરાવો કે ટૂંક સમયમાં તમે ફરીથી આ બાબતો કરી શકશો.