What is 'Operation London Bridge'?

મહારાણી એલિઝાબેથના સત્તારોહણની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી માટે યુકેમાં તૈયારીઓ થઇ રહી છે અને આ પ્રસંગે બ્રિટન સહિત કોમનવેલ્થ દેશોમાં હજારો કાર્યક્રમો યોજાશે. તા. 2 થી 5 જૂન – વધારાના બેંક હોલિડે વીકેન્ડ દરમિયાન સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. શાહી પરિવારની પ્લેટિનમ જ્યુબિલી વેબસાઇટ પર વધુ લોકોને સામેલ થઇ ઉજવણી કરવા વિનંતી કરાઇ છે.

મહારાણીએ તેમની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવા માટેના અશ્વારોહણ એક્સ્ટ્રાવેગેન્ઝા શોની અંતિમ રાત્રે તા. 16ના રોજ હાજરી આપી હતી. રોયલ વિન્ડસર હોર્સ શોમાં કિલ્લાના મેદાનમાં પહોંચતા જ 96 વર્ષીય મહારાણીને સ્ટેન્ડિંગ ઓવેશન અપાયું હતું. ઓપન એર સેલિબ્રેશનમાં ટોમ ક્રૂઝ, હેલેન મિરેન અને કેથરિન જેનકિન્સ સહિતની હસ્તીઓ જોવા મળી હતી. મહારાણી આવતાં જ લોકોના ટોળાએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં કાઉન્ટેસ ઓફ વેસેક્સ અને મહારાણી 90 મિનિટ માટે હાજર રહ્યા હતા.

રાણી શુક્રવારે હોર્સ શોમાં જોવા મળ્યા હતા અને પોતાના ઘોડાઓમાંથી એકને સર્વોચ્ચ ચેમ્પિયન તરીકે જાહેર કર્યો હતો.

પ્લેટિનમ જ્યુબિલી દરમિયાન 1,458 જાહેર કાર્યક્રમો થશે અને 1,775 સ્ટ્રીટ પાર્ટીઓ યોજાશે. લંડન અને તેની આસપાસ 240, માન્ચેસ્ટરની આસપાસ 208, બર્મિંગહામ નજીક 133, સ્કોટલેન્ડમાં 98 – ઓર્કનીમાં ચાર અને આઈલ ઓફ લુઈસ પર એક સહિત – નોર્ધન આયર્લૅન્ડમાં 21 અને ગર્નસીમાં બે સ્થળે ઉજવણી કરાશે.

શાહી પરિવારની પ્લેટિનમ જ્યુબિલી વેબસાઇટ પર વિવિધ પ્રકારની ઉજવણીમાં ભાગ લેવા સ્થાનિક સત્તાવાળાઓ, શાળાઓ, બિઝનેસીસ, સામુદાયીક જૂથોને ઉત્તેજન અપાઇ રહ્યું છે. જેમાં જ્યુબિલીની યોજના માટેની ટૂલકિટ તરીકે રાણીના મફત ફોટોગ્રાફ્સ, બાળકોની રમતો, વાનગીઓ અને એડ શીરાન, સ્પાઈસ ગર્લ્સ, કાઈલી મિનોગ અને એલ્ટન જોનના ફ્રી-ટુ-ડાઉનલોડ પ્લેટિનમ પ્લેલિસ્ટ ગીતોનો સમાવેશ થાય છે. આ ઉજવણી અને લોંગ વિકેન્ડ યુકે સમુદાયો અને લોકોને ઐતિહાસિક માઇલસ્ટોન ઉજવવા માટે એકસાથે આવવાની તક પૂરી પાડશે.

મનીસુપરમાર્કેટ.કોમ મુજબ, દેશ બેંક હોલીડે વીકએન્ડની ઉજવણી માટે કુલ £823 મિલિયનનો ખર્ચ કરશે. ખાવા, પીવા અને યુનિયન જેક પ્રેરિત સજાવટ પર સરેરાશ £83 ખર્ચ કરશે. તે 2018ના શાહી લગ્નની ઉજવણી કરતા £480 મિલિયન વધુ છે. વેઇટરોઝના અહેવાલ મુજબ ગયા વર્ષ કરતા પિમના વેચાણમાં 260 ટકાનો અને છેલ્લા બે અઠવાડિયામાં તેમની વેબસાઇટ પર “જ્યુબિલી” શબ્દ દ્વારા સર્ચ કરવાના પ્રમાણમાં 176 ટકાનો વધારો થયો છે. પ્લેટિનમ જ્યુબિલી ખાણી-પીણીની સર્ચમાં 114 ટકા અને ગાર્ડન પાર્ટીની રેસીપીમાં 59 ટકાનો વધારો થયો છે.

જ્હોન લુઈસની વેબસાઈટ પર “જ્યુબિલી” સર્ચમાં અઠવાડિયે 55 ટકાનો, સ્ટ્રીટ પાર્ટી માટે ગયા મહિનાની તુલનામાં આઉટડોર ખુરશીઓની શોધમાં 33 ટકાનો વધારો થયો છે. B&Q એ જણાવ્યું હતું કે તેણે 100,000 મીટર બન્ટિંગનું વેચાણ કર્યું હતું. જ્યારે સેઇન્સબરીના અહેવાલ મુજબ યુનિયન જેક કેક સ્ટેન્ડનું વેચાણ સપ્તાહમાં 2,783 ટકા વધ્યું હતું.

મેટ્ટેલે મહારાણી દ્વારા પ્રેરિત લિમીટેડ એડિશન બાર્બી ડોલ લૉન્ચ કરી છે તો રાણી જેવા આકારના ઘણા જીનોમ અને કોર્ગી આકારના સોલ્ટ શેકર્સનુ ઇ-બે પર વેચાણ થાય છે. એમેઝોન અને Etsy રાણી જેવા આકારના સૌર ઉર્જા સંચાલિત બોબલ હેડનો સ્ટોક કરી રહ્યાં છે.

લંડનમાં સાઉથ બેંક બાળકોને પંક ગીતો લખવાનું શીખવશે. માન્ચેસ્ટરમાં ક્વીન ઇવેન્ટ માટે મેક, બેક અને ડેકોરેટ બ્રિટિશ ટ્રીટ બોક્સ ફીટ થશે. થોર્નહિલના સ્થાનિકો સાથે મળીને પિઝા બનાવશે. બેડેલ કોમ્યુનિટી લાઇબ્રેરી ટી પાર્ટીનું આયોજન કરી રહી છે, જ્યારે શ્ર્યુઝબરીમાં પબમાં પિકનિક થશે. બેડિંગ્ટનમાં વાઇલ્ડફ્લાવર ડિસ્પ્લે અને ફ્રી ફ્લાવર ગોઠવવામાં આવશે. વેસ્ટ સસેક્સમાં બાળકોનો ફનફેર થશે. સ્ટોક પોગ્સમાં શ્રેષ્ઠ બ્રિટિશ ડિસ્કો કરાઓકે થશે.

નેશનલ ચેરીટીઝ અને કાઉન્સિલો શાહી જ્યુબીલીઝ, લગ્ન અને રાજ્યાભિષેકની ઉજવણીની લાંબા સમયથી ચાલતી પરંપરા મુજબ યુકેના 1,500થી વધુ કોમ્યુનિટી અને કોમનવેલ્થ સંગઠનો બિકન્સને પ્રકાશિત કરશે અને ફટાકડા ફોડશે.

બકિંગહામ પેલેસ ખાતે એક વિશેષ સમારંભમાં 21-મીટર ઉંચા અને 350 નાના વૃક્ષોથી બનેલ વૃક્ષ – ધ ટ્રી ઓફ ટ્રીઝને ગુરૂવાર તા. 2 જૂનની રાત્રે 9 વાગ્યે ઝળહળતી કરાશે. ગર્લગાઇડિંગના સભ્યો દેશમાં ઉપરથી નીચે સુધી વધુ 70 બીકન્સ પ્રગટાવાશે.

પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમો

ગુરુવાર 2 જૂન – રાણીની બર્થડે પરેડ અને ટ્રુપિંગ ધ કલર યોજાશે. 2,000 નગરો અને શહેરોમાં પ્લેટિનમ જ્યુબિલી બીકન્સ પ્રગટાવાશે.

શુક્રવાર 3 જૂન – સેન્ટ પોલ્સ ખાતે નેશનલ સર્વિસ ઓફ થેંક્સગિવીંગનું આયોજન કરાયું છે. દેશમાં પુનઃસ્થાપિત કરાયેલો સૌથી મોટો ચર્ચનો ઘંટ વગાડવામાં આવશે.

શનિવાર 4 જૂન – એપ્સમ ડાઉન્સ રેસકોર્સ ખાતે ડર્બી યોજાશે અને પેલેસ ખાતે બીબીસી પ્લેટિનમ પાર્ટી થશે.

રવિવાર 5 જૂન – બીગ જ્યુબિલી લંચ અને સ્ટ્રીટ પાર્ટીઓ યોજાશે. પ્લેટિનમ જ્યુબિલી પેજન્ટ, સેન્ટ્રલ લંડનમાં એક સરઘસ અને પ્રદર્શન થશે. જેમાં 10,000 લોકો અને ગોલ્ડ સ્ટેટ કોચ સામેલ થશે.