મંગળવાર, 28 નવેમ્બરના રોજ, હિંદુ નેતા પ.પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીને યુનાઇટેડ સ્ટેટ્સના વ્હાઇટ હાઉસ તરફથી મેડલ કોઇન એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બહુમાન શ્રી ગુરૂજીને આંતરધર્મ સમુદાયમાં એકતાને પ્રોત્સાહન આપવા અને આધ્યાત્મિક સમર્થન આપવા તરફના તેમના પ્રયાસોની પ્રશંસા તરીકે આપવામાં આવ્યું હતું.

એક્ઝીક્યુટીવ ઓફિસ ઓફ અમેરિકન પ્રેસિડેન્ટના વરિષ્ઠ સલાહકાર રેવરેન્ડ જોન આર. ઉંગર II અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં એપિસ્કોપલ ચર્ચના ડેકોન રેવરેન્ડ માર્ટિના સ્ટેઇનર ઉંગર દ્વારા આ મેડલ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આચાર્ય ડૉ. ઈશાન શિવાનંદ જી (શિવયોગ) અને ડૉ. ગુપ્તાજીને વંદન કરાયા હતા.

યોગગુરુ સ્વામી રામદેવજી મહારાજ, આચાર્ય મહાંડલેશ્વર સ્વામી અવધેશંદગીરીજી મહારાજને પણ આ પ્રસંગે મેડલ કોઇન એનાયત કરી સન્માનિત કરાયા હતા.

LEAVE A REPLY

twelve − twelve =