રાજેશ પટેલ, આર જે ઇન્સ્યોરંશ

ઇન્સયોરન્સ ક્ષેત્રે સેવાઓ આપતા અને ૧૯૭૬થી ઇન્ડિયન જીમખાના સાથે સક્રિય એવા આર.જે. ઇન્સ્યોરંશના રાજેશભાઇ જે. પટેલનું દુખદ નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર તારીખ 31મી મે 2022ના રોજ બપોરે સાઉથવેસ્ટ મિડલસેક્સ ક્રિમેટોરિયમ, હેનવર્થ ખાતે નજીકના મિત્રો અને પરિવારજનોની ઉપસ્થિતીમાં સંપન્ન થયા હતા.

આર.જે.ના હુલામણા નામથી ઓળખાતા અને છેલ્લા 25 વર્ષથી ઇન્ડિયન જીમખાનાના સાથે સંકળાયેલા રાજેશભાઇએ સૌથી વધુ સમય માટે જીમખાનાના ચેરમેન તરીકે સેવાઓ આપી હતી. તેમની ચેરમેનશીપ દરમિયાન તેમણે ઘણી મેચોનું આયોજન કર્યું હતું અને જરૂર પડે સ્પોન્સર પણ કરી હતી.

BAPSના સત્સંગી આર.જે.ને પ. પૂ. યોગી સ્વામી, પૂ. પ્રમુખ સ્વામી, પૂ. મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ મળ્યો હતો. તેમણે NAPS સહિત વિવિધ સંસ્થોને માતબર રકમનું દાન આપ્યું હતું.