ગેમિંગ ઝોન ફાયર કેસમાં ત્રણ આરોપીઓને સોમવાર, 27 મે, 2024ના રોજ રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. (PTI Photo)

રાજકોટના અગ્નિકાંડમાં પોલીસે મુખ્ય આરોપી ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુ રોડ પરથી ધરપકડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે તે રાજસ્થાનમાં તેના સંબંધીના ઘરે છુપાયો છે. એક સ્થાનિક અદાલતે  અગાઉ ગેમ ઝોન આગના સંબંધમાં ધરપકડ કરાયેલા ત્રણ શખ્સોને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા.

TRP ગેમ ઝોનના છ ભાગીદારો સામે FIR દાખલ કરવામાં આવી છે.. TRP ગેમ ઝોનનું સંચાલન કરતા રેસવે એન્ટરપ્રાઇઝના બે ભાગીદારો યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ તથા મનોરંજન કેન્દ્રના મેનેજર નીતિન જૈનની અગાઉ ધરપકડ કરાઈ હતી. FIR મુજબ, આરોપીએ ગેમ ઝોન બનાવવા માટે મેટલ શીટ ફેબ્રિકેશનનો ઉપયોગ કરીને 50-મીટર પહોળું અને 60-મીટર લાંબુ માળખું બનાવ્યું હતું જે ત્રણ માળની ઇમારત જેટલું ઊંચું હતું. તેમની પાસે યોગ્ય અગ્નિશામક સાધનો નહોતા અને તેઓએ સ્થાનિક ફાયર વિભાગ પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવ્યું ન હતું.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments