Pearl of Uganda Award Blessings – Greetings from the famous Saint P. P.O. Rambapa

ગત સપ્તાહે સેન્ટ્રલ લંડનમાં યોજાયેલ ઝાકઝમાળભર્યા એશિયન બિઝનેસ એવોર્ડ સમારોહમાં યુકેના  વિખ્યાત સંત પ. પૂ. રામબાપાને પર્લ ઓફ યુગાન્ડા – લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. પ. પૂ. રામ બાપા 102 વર્ષની વયને કારણે આ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. પરંતુ તેમણે આ એવોર્ડનો ખુશીથી અને ખૂબ જ નમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો હતો અને ગરવી ગુજરાત – એશિયન મિડીયાના ગૃપ મેનેજીંગ એડિટર શ્રી કલ્પેશભાઇ સોલંકી અને તેમના નાના ભાઇ અને એક્ઝીક્યુટીવ એડિટર શ્રી શૈલેષભાઇ સોલંકી તથા વાચકોને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે સમગ્ર AMG પરિવાર, ઈસ્ટર્ન આઈ અને ગરવી ગુજરાતના યુકે તથા અમેરિકાથી પ્રકાશિત થતા બધા પ્રકાશનો માટે ખૂબ જ સફળતા મળે તેવી શુભેચ્છાઓ આપી હતી.

LEAVE A REPLY

one × four =