Ranbir Kapoor is influenced by DDLJ
(Photo by -/AFP via Getty Images)

પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે તત્પરતા દર્શાવીને રણબીર કપૂરે વિવાદ ઊભો કર્યો છે. રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી દરમિયાન રણબીરને અન્ય ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા બાબતે પ્રશ્ન પૂછાયો હતો, જેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવામાં તેમને કોઈ ખચકાટ નથી.

છેલ્લા છ વર્ષથી પાકિસ્તાની ફિલ્મો અને કલાકારો પર ભારતમાં પ્રતિબંધ છે અને પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂકાયો છે. બંને દેશો વચ્ચેનું વૈમનસ્ય ફિલ્મો ઉપરાંત સ્પોર્ટ્સમાં પણ જોવા મળે છે. શાંતિ અને ભાઈચારો માત્ર પસંદગીના ક્ષેત્રોમાં જ જોવા મળે અને સરહદો સળગતી રહે તે બાબતે અનેક ભારતીયોમાં ઉગ્ર વિરોધ છે. જેના કારણે રણબીર કપૂરનો આ જવાબ લોકોને ખટકી રહ્યો છે. રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં રણબીરે પોતાની 15 વર્ષની કારકિર્દી અંગે ચર્ચા કરી હતી અને ફેસ્ટિવલ દરમિયાન તેમને વેરાયટી ઈન્ટરનેશનલ વેનગાર્ડ એક્ટર એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ફેસ્ટિવલ દરમિયાન એક પાકિસ્તાની ફિલ્મ મેકરે રણબીરને પ્રશ્ન કર્યો હતો કે, હવે આપણી પાસે સાઉદી અરબ જેવો એક મંચ છે, જ્યાં આપણે ભેગા થઈને ફિલ્મ બનાવી શકીએ છીએ. મારે તમને એક ફિલ્મ માટે સાઈન કરવા છે. શું તમે સાઉદી અરબમાં પોતાની ટીમ સાથે પાકિસ્તાની ફિલ્મમાં કામ કરશો? રણબીરે હકારાત્મક જવાબ જણાવ્યુ હતું કે, કલાકારો અને ખાસ કરી કલાને કોઈ સરહદ નથી હોતી. ધ લીજેન્ડ ઓફ મૌલા જટ્ટ માટે પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અનેક શુભેચ્છાઓ. તે પાછલા વર્ષોની સૌથી મોટી હિટ ફિલ્મમાંથી એક છે. મને નિશ્ચિતપણે સારું લાગશે. રણબીર કપૂરે છેલ્લે ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં રણબીર અને આલિયાએ પ્રથમવાર સાથે સ્ક્રિન શેર કર્યો હતો. બ્રહ્માસ્ત્રની સફળતા બાદ રણબીર-આલિયાના પરિવારમાં સંતાનનું આગમન થયું છે. આ સાથે રણબીર પાસે અનેક મહત્ત્વના પ્રોજેક્ટ્સ છે.

LEAVE A REPLY

19 − eight =