Rape and murder accused sentenced to death in Surat
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બારડોલી અધિક જિલ્લા અને સત્ર ન્યાયાલયે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે ગત 20મી ફેબ્રુઆરી 2022ના રોજ 11 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ માસૂમની હત્યા કરીને પુરાવા નાશ કરવાના પ્રયાસના ગુનામાં મુખ્ય આરોપી તેમજ સહ આરોપીને દોષિત ઠેરવીને મુખ્ય આરોપીને ફાંસી કરી હતી. પુરાવા નાશ કરવાના ગુનામાં મદદ કરનાર આરોપીને આજીવન જેલની સજા ફટકારી હતી.

20મી ફેબ્રુઆરી 2022ના રોજ જોળવાના એક એપાર્ટમેન્ટમાં 11 વર્ષની બાળકીને આ જ એપાર્ટમેંટમાં રહેતા એક નરાધમે અવાવરુ રૂમમાં લઈ જઇ પીંખી નાખ્યા બાદ બાળકીની હત્યા કરી નાખી હતી. આ કેસમાં પોલીસે  મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલ તેમજ મદદ કરનાર કાલુરામ ઉર્ફે કાલુ જાનકી પ્રસાદ પટેલની ધરપકડ કરી હતી. એક વર્ષ સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી દરમ્યાન 39 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. 27મી માર્ચ 2023ના રોજ બંને આરોપીઓને ગુનેગાર ઠેરવી ચુકાદો અનામત રાખ્યો હતો અને મંગળવારે ચાલેલી કાર્યવાહીમાં ખીચોખીચ ભરેલી કોર્ટમાં બારડોલીના એડિશનલ સેશન્સ કોર્ટના જજે ચુકાદો જાહેર કર્યો હતો. મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા સંભળાવી હતી, જ્યારે અન્ય સહ આરોપી કાલુરામ ઉર્ફે કાલુ જાનકી પ્રસાદ પટેલને આજીવન કેદની સજા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

seven + six =