Recommendation for Issuance of Employment Authorization Documents Cards to Green Card Applicants
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લાંબા સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો ઇન્ડિયન-અમેરિકનોને ફાયદો થઈ શકે તેવી એક હિલચાલમાં એશિયન અમેરિકન્સ, નેટિવ હવાઈયન અને પેસિફિક આઇસલેન્ડર્સ અંગેના પ્રેસિડન્ટના એડવાઇઝરી પેનલના એક સભ્યે ભલામણ કરી છે કે 1992થી ફેમિલી એન્ડ એમ્પ્લોયમેન્ટ કેટેગરી માટેના તમામ વણવપરાયેલા ગ્રીન કાર્ડ રિકેપ્ચર કરવામાં આવે છે. તેમાં 1992થી 2022 સુધીના રોજગાર રોજ આધારિત વણપરાયેલા 2,30,000 ગ્રીનકાર્ડનો પણ સમાવેશ થાય છે. આ પછી આવા કાર્ડનું દર વર્ષે આ કેટેગરી માટે 1,40,000ની વાર્ષિક મર્યાદા ઉપરાંત પ્રોસેસિંગ કરવું જોઇએ. કમિશનના સભ્ય ઇન્ડિયન-અમેરિકન અજય ભુટોરિયાએ ગુરુવારે આ ભલામણ કરી હતી.

ગ્રીન કાર્ડને પર્મેનન્ટ રેસિડન્ટ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદેશથી અમેરિકા ઈમિગ્રેશન કરીને આવતા લોકોને આ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. તે એ વાતનો પૂરાવો છે કે ગ્રીન કાર્ડ ધારકને કાયમી રેસિડન્ટ તરીકેના અધિકારો મળશે.

ભુટોરિયાએ જણાવ્યું હતું કે ન વપરાયેલ ગ્રીન કાર્ડ્સ પુનઃપ્રાપ્ત કરો અને ભવિષ્યમાં ગ્રીન કાર્ડ વેસ્ટને અટકાવા અંગેની ભલામણનો ઉદ્દેશ્ય ગ્રીન કાર્ડ અરજી પ્રક્રિયામાં થતાં વિલંબની સમસ્યાનો ઉકેલ લાવવાનો  અને ગ્રીનકાર્ડની રાહ જોઈ રહેલી વ્યક્તિઓને રાહત આપવાનો છે.

અમેરિકામાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) દર વર્ષે ચોક્કસ સંખ્યામાં ફેમિલી  અને એમ્પ્લોયમેન્ટ આધારિત ઇમિગ્રન્ટ વિઝા આપે છે. જોકે અરજીને પ્રોસેસ કરવામાં લાંબા વિલંબને કારણે ઉપલબ્ધ ગ્રીનકાર્ડ વપરાયા વગરના પડી રહી છે. તેનાથી વણવપરાયેલા ગ્રીન કાર્ડનો ખડકલો થાય છે.

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભુટોરિયાએ બે મહત્ત્વની ભલામણ કરી છે. પ્રથમ એ કે 1992થી 2025 સુધીના ફેમિલી એન્ડ એમ્પ્લોયમેન્ટ કેટેગરી માટેના વણવપરાયેલા ગ્રીન કાર્ડને રિકેપ્શન કરવામાં આવે. આવા રિકેપ્ચર કરાયેલા કાર્ડમાં 1992થી 2022 સુધી વણવપરાયેલા રોજગારી આધારિત 2,30,000 વણવપરાયેલા ગ્રીનકાર્ડનો સમાવેશ કરવો. આ પછી દર નાણાકીય વર્ષમાં આવા રિકેપ્ચર કરાયેલા ગ્રીન કાર્ડ માટેની અરજીને પ્રોસેસ કરવામાં આવે છે.

બીજી ભલામણ એ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના સહયોગમાં વિદેશ મંત્રાલય એક એવી નવી નીતિ અપનાવે કે વાર્ષિક મર્યાદા મુજબના તમામ ગ્રીન કાર્ડને દર વર્ષે એજન્સી પ્રોસેસ ન કરી શકે તો પણ લાયકાત ધરાવતા ઇમિગ્રન્ટ માટે ઉપલબ્ધ રાખવામાં આવે.

 

LEAVE A REPLY

five − one =