રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવાર, 29 ઓગસ્ટે કંપની 48મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં ટેલિકોમ કંપની Jioના IPO, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની નવી કંપની, ગૂગલ અને મેટા સાથે નવી ભાગીદારી સહિતની અનેક મોટી જાહેરાતો કરી હતી. તેમણે નવી કંપની રિલાયન્સ ઇન્ટેલિજન્સની સ્થાપના જાહેરાત સાથે AI માટેનું પોતાનું વિઝન પણ રજૂ કર્યું હતું.
મુકેશના અંબાણીના સૌથી નાના વારસદાર, અનંત અંબાણીએ એજીએમના મંચ પર પ્રથમ વખત આવ્યા હતા અને કંપનીના પરંપરાગત ઓઇલ એન્ડ કેમિકલ બિઝનેસ તથા નવા એનર્જી સાહસો અંગેની વિગતો આપી હતી.
રિલાયન્સના ટેલિકોમ સાહસ જિયોનું 2026ના પ્રથમ છ મહિનામાં શેરબજારમાં લિસ્ટિંગ કરાશે. ટેલિકોમ કંપની આઇપીઓ માટેની તૈયારી કરી રહી છે.
ભારતમાં ૫૦ કરોડથી વધુ ગ્રાહકો ધરાવતું જિયો વિદેશમાં તેની કામગીરીનો વિસ્તાર કરશે, જે સ્વદેશી ટેકનોલોજીને વિશ્વભરના લોકો સુધી પહોંચાડશે. જિયો પ્લેટફોર્મ્સે જિયો એઆઈ ક્લાઉડની આગામી પેઢીનું અનાવરણ કર્યું હતું. રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ જિયો ફ્રેમ્સ લોન્ચ કર્યું હતું,જે એક AI-સંચાલિત પ્લેટફોર્મ છે જે અનેક ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. અંબાણીએ જણાવ્યું હતું કે, તે “ભારત જે રીતે કાર્ય કરે છે અને ચાલે છે તેના માટે રચાયેલ હેન્ડ્સ-ફ્રી AI-સંચાલિત કમ્પેનિયમ” છે.
મુકેશ અંબાણીએ ‘રિલાયન્સ ઇન્ટેલિજન્સ‘ નામની નવી સંપૂર્ણ માલિકીની પેટાકંપનીની જાહેરાત કરી હતી. રિલાયન્સ ભારત માટે સાર્વભૌમ અને એન્ટરપ્રાઇઝ-રેડી AI ઓફર કરવા માટે સંયુક્ત સાહસ માટે મેટા સાથે પણ ભાગીદારી કરી રહી છે. મેટા તેના લામા મોડેલ્સને સંયુક્ત સાહસમાં લાવશે. માર્ક ઝુકરબર્ગેના જણાવ્યા અનુસાર આ મોડેલને દરેક વ્યવસાયની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ બનાવી શકાય છે
