પ્રતિક તસવીર

લાખ્ખો લોકો ઘરેથી કામ કરતા હોવાથી બ્રિટનમાં ગયા વર્ષે લોકો 19 અબજ માઇલ ઓછુ ચાલ્યા હતા જેને કારણે વિશ્વના અગ્રણી નિષ્ણાતોના મતે દેશને કુલ રિવાયરિંગની જરૂર પડશે. ઘરેથી કામ કરવાનું ચલણ વધવાથી આઇટી સપોર્ટ, કોલ સેન્ટર્સ, પેરોલ અને એચઆર જેવા ક્ષેત્રોમાં કામ કરતા બ્રિટિશ લોકોની નોકરીઓ પર જોખમ સર્જાશે અને આ નોકરીઓ ઓછા જીવન ખર્ચ અને ઓછા વેતનની અપેક્ષા ધરાવતા દેશોમાં જશે.

સ્ટેનફર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી પ્રોફેસર નિક બ્લૂમ આગાહી કરે છે કે ઘરેથી કામ કરી નહિં શકતા 60 ટકા કામદારો વધુ પગારની માંગ કરી રહ્યા છે. જેમાં શિક્ષકો, રિટેલ, ઉત્પાદન, પરિવહન અને NHSનો સમાવેશ થાય છે. શિક્ષકો અને નર્સોને જાળવી રાખવા માટે પગારમાં મોટો વધારો કરવાની જરૂર પડશે. જ્યારે લોકોની મુસાફરીમાં પતન થવાથી રેલ્વેમાં બીચિંગ-શૈલીના કાપ થઈ શકે છે.

ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે લોકોની કારોએ કુલ 244 બિલિયન માઇલની મુસાફરી કરી હતી. જે 2019ના 263 બિલિયન માઇલ કરતાં 7 ટકા ઓછી છે. જે કંપનીઓએ સંપૂર્ણ સમય ઓફિસમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો છે તેમને કામદારોની ભરતી કરવા અને તેમને જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો પડશે. રોગચાળાને કારણે ઘરેથી કામ કરવામાં કાયમી વધારો થયો છે. બ્રિટનમાં 2020 પહેલા લગભગ 5 ટકાની સરખામણીએ આજે 25 ટકા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. તેથી લોકો અઠવાડિયામાં લગભગ એક દિવસ ઓછા ડ્રાઇવિંગ કરી રહ્યા છે.’’

LEAVE A REPLY

5 × five =