ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ (ANI Photo)

ગુજરાત સરકારે પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટેની અનામત વર્તમાન 10%થી વધારીને 27% કરવાનો 29 ઓગસ્ટે મોટો નિર્ણય કર્યો હતો. ક્વોટાની જાહેરાતથી 7,000 ગ્રામ પંચાયતો, બે જિલ્લા પંચાયતો અને 70 નગરપાલિકાઓની ચૂંટણીનો માર્ગ મોકળો થશે. રાજ્યમાં OBCની વસ્તી લગભગ 52% છે. ગ્રામિણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને ST અનામતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

23 ઓગસ્ટે કોંગ્રેસે ઓબીસી સમુદાયો માટે અનામતની માંગણી માટે ગાંધીનગરમાં એક દિવસીય ધરણા કર્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ નેતાઓએ પંચાયતોમાં ઓબીસીનો ક્વોટા ફિક્સ ન કરવા અને તેમના માટે કલ્યાણકારી બજેટમાં વધારો ન કરવા બદલ ભાજપ સરકારની ટીકા કરી હતી.

9 જૂને ગુજરાત સરકારે ઓરિસ્સા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે.એસ. ઝવેરીના વડપણ આ મુદ્દે એક સમિતિની રચના કરી હતી. મંગળવારે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં ઝવેરી કમિશનનો રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો, જેમાં ઓબીસીને 27 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી હતી. આ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના 9 જિલ્લા અને 61 તાલુકાઓમાં આદિવાસીઓની વસ્તી 50 ટકાથી વધુ છે. આવી સ્થિતિમાં વસ્તીના હિસાબે બેઠકોની ફાળવણી થવી જોઈએ.

કેબિનેટ પ્રધાન હૃષિકેશ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકારે આ રિપોર્ટનો અભ્યાસ કર્યો અને પછી OBC ક્વોટા વધારીને 27 ટકા કર્યો છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.

LEAVE A REPLY

18 − eight =