England and Wales have the largest population of people born in India
પ્રતિક તસવીર - REUTERS/Francis Mascarenhas

ભારતના સ્વતંત્રતા દિન પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ શુક્રવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું પ્રોફાઇલ પિક્ચર તેના પરંપરાગત ભગવા ધ્વજથી બદલીને ત્રિરંગો કર્યું છે.

આઝાદીના 75 વર્ષના પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને 2થી 15 ઓગસ્ટ સુધી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું પ્રોફાઇલ પિક્ચર ત્રિરંગો રાખવાનો અનુરોધ કર્યો છે.દેશના રાષ્ટ્રધ્વજ અંગેના તેના વલણ બદલ સત્તાધારી ભાજપના વૈચારિક મૂળસ્રોત ગણાતા આરએસએસના કોંગ્રેસ અને બીજા વિપક્ષો ટીકા કરી રહ્યાં છે. આરએસએસનો દેખિતો ઉલ્લેખ કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ મહિનાના શરૂઆતમાં સવાલ કર્યો હતો કે 52 વર્ષથી નાગપુર ખાતેના હેડક્વાર્ટરમાં રાષ્ટ્રધ્વજ ન લહેરાવનારુ સંગઠન સોશિયલ મીડિયા એકાઉન્સનું પ્રોફાઇલ પિક્ચર ત્રિરંગો રાખવાના વડાપ્રધાનના અનુરોધનું પાલન કરશે કે નહીં.

સંઘના પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના સહ-ઇનચાર્જ નરેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું કે સંઘ રાષ્ટ્રધ્વજ લહેરાવીને તેની તમામ ઓફિસમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરે છે. આરએસએસના કાર્યકરો હર ઘર ત્રિરંગા અભિયાનમાં સક્રિય ભાગ લઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે આ અભિયાનના ભાગરૂપે 13થી 15 ઓગસ્ટ દરમિયાન લોકોને તેમના ઘેર પર રાષ્ટ્રધ્વજ લહેરાવાનો કે પ્રદર્શિત કરવાનો અનુરોધ કર્યો છે. અગાઉ આરએસએસના પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના વડા સુનિલ આંબેકરે જણાવ્યું હતું કે આવી બાબતોને રાજકીય રંગ આપવો જોઇએ નહીં.

સંઘે હર ઘર ત્રિરંગા અને આઝાદી કા અમૃત મહોત્સવને તેનું સમર્થન આપેલું છે. સંઘે જુલાઇમાં સરકાર, ખાનગી સંસ્થાઓ અને સંઘ સંલગ્ન સંસ્થાઓના આવા પ્રોગ્રામમાં લોકો અને સ્વયંસેવકોને સંપૂર્ણ સમર્થન અને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.