પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના ડોલર સામે ભારતનો રૂપિયો બુધવાર, 3 સપ્ટેમ્બરે પ્રથમ વખત 90થી નીચી સપાટીએ ગબડ્યો હતો. સેશનના અંતે ડોલર સામે 19 પૈસા ઘટીને 90.14ના ઓલઆઉટ નીચી સ્તરે બંધ આવ્યો હતો. ભારત-અમેરિકા વેપાર સોદા અંગે અનિશ્ચિતતા, સ્થાનિક એકમમાં ઘટાડાને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પ્રયાસોના અભાવે રૂપિયા પર વધુ દબાણ આવ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અમેરિકી ડોલર સામે રૂપિયો આશરે 5 ટકા તૂટ્યો છે.

મંગળવાર, 2 ડિસેમ્બરે પણ ડોલર સામે રૂપિયો 43 પૈસા ગબડ્યો હતો. મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું કે રૂપિયામાં ઘટાડાને કારણે સરકાર ચિંતિત નથી. રૂપિયામાં ઘટાડો ફુગાવા કે નિકાસ પર કોઈ અસર કરી રહ્યો નથી અને આવતા વર્ષે તેમાં સુધારો થશે.આ ઘટાડા અંગે ટિપ્પણી કરતા, SBIના ઇકોનોમિક રીસર્ચ ડિપાર્ટમેન્ટના અહેવાલમાં જણાવાયું છે કે રૂપિયો 90ના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે ગબડ્યો હોવા છતાં તે નબળો નથી.

ફોરેન એક્સ્ચેન્જ વિશ્લેષકોએ ભારતીય ચલણમાં ઘટાડા માટે વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરોમાં તીવ્ર વેચવાલીને કારણભૂત માને છે. મિરે એસેટ શેરખાનના રીસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારોની વેચવાલીના દબાણ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે રૂપિયો 90.30ના નવા સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો છે. ભારત-અમેરિકા વેપાર સોદાની જાહેરાત અંગેની અનિશ્ચિતતાથી પણ રૂપિયા પર દબાણ આવ્યું છે.

LEAVE A REPLY