રશિયાની પર્મ શહેરની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં સોમવારે એક વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરતા ઓછામાં 8 વ્યક્તિના મોત થયા હતા. ઘટનાસ્થળે રશિયાના નેશનલ ગાર્ડની કાર દેખાય છે. REUTERS/Anna Vikhareva

રશિયાની પર્મ શહેરની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં સોમવારે એક વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરતા ઓછામાં 8 વ્યક્તિના મોત થયા હતા અને 10થી વધુ ઘાયલ થયા હતા. હુમલાખોરે પણ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી, એમ તપાસકર્તાએ જણાવ્યું હતું. આ વર્ષે શિક્ષણ સંકુલમાં અંધાધૂંધ ફાઇરિંગની આ બીજી ઘટના છે. તે વિદ્યાર્થી કોણ હતો અને કયા કારણસર તેણે આ પગલું ભર્યું તેની તપાસ ચાલુ છે.

હુમલાખોર યુનિવર્સિટીનો 18 વર્ષનો વિદ્યાર્થી હતો. તેને અગાઉ રાઇફલ, હેલ્મેટ અને દારુગોળો સાથે સોસિયલ મીડિયામાં પોતાનો ફોટો મૂક્યો હતો.

વિદ્યાર્થીઓ જીવ બચાવવા બારીમાંથી છલાંગ લગાવી હતી. યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હજુ ગોળીબારનું કારણ જાણવા મળ્યું નથી. હુમલાખોર પાસે અન્ય કોઈ હાનિકારણ હથિયાર ન હતા. પર્મ સ્ટેટ યુનિવર્સિટીની પ્રેસ સર્વિસ તરફથી કહેવામાં આવ્યું છે કે, અમુક વિદ્યાર્થીઓ અને સ્ટાફે પોતાને રૂમની અંદર બંધ કરી દીધા હતા. યુનિવર્સિટી ઓથોરિટી તરફથી તેમને કેમ્પસ ના છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અમુક વિદ્યાર્થીઓએ ઘટના સમયે બારીમાંથી કુદીને તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.

અગાઉ મે 2021માં 19 વર્ષના વિદ્યાર્થીએ કરેલા હુમલામાં નવ લોકોના મોત થયા હતો. પર્મ યુનિવર્સિટી રશિયાની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંથી એક છે. તેની સ્થાપના ઈ.સ. 1916માં કરવામાં આવી હતી. આ યુનિવર્સિટી પર્મમાં સેન્ટ પીટસબર્ગ યુનિવર્સીટીની બ્રાન્ચ તરીકે સ્થાપિત કરવામાં આવી હતી.