AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીને સોમવારે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના માફિયા ડોન અતિક અહમદ સાથે મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. ઓવૈસી ગેંગસ્ટર અતિક અહેમદને જેલમાં મળે એ પહેલાં જ પોલીસે અટકાવ્યા હતા. ઔવેસી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં અતિક અહેમદને ઉમેદવાર બનાવવા માટે તેમને મળવા માગતા હોવાનું માનવામાં આવે છે.

જરાતની મુલાકાત દરમિયાન તેઓ રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની રણનીતિ પણ તૈયાર કરશે. તેઓ સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર અને સોથી વધુ લોકોના હત્યારા અતિક અહેમદને જેલમાં મળે એ પહેલાં જ ખાનપુરની લેમન ટ્રી હોટલમાં પોલીસે તેમને રોકી લીધા હતા.

ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખતા ઓવૈસી ગુજરાતમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ડોન અતીક અહેમદ સાથે મુલાકાત કરવાના હતા.

જેલ સત્તાવાળાએ જણાવ્યું હતું કે અતિક માત્ર પરિવારના સભ્યો અથવા તેમના ઓફિશિયલ વકીલ સાથે જ મુલાકાત કરી શકે છે. ઉત્તરપ્રદેશમાં અતિક અહમદની બાહુબલી ગણાય છે અને 17 વર્ષની ઉંમરે જ તેના પર મર્ડરનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમની સામે 90થી વધુ ગુનાહિત કેસ છે. અતિકને 2019માં ઉત્તરપ્રદેશમાંથી અમદાવાદની જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પાંચ વખત ધારાસભ્ય અને એક વખત રહી ચુકેલો અતિક અહેમદ તાજેતરમાં ઓવૈસીની પાર્ટીમાં જોડાયો હતો.