સાબરમતી રિવરફ્રન્ટ ( (istockphoto.com)

પ્રવાસન સ્થળ તરીકે અમદાવાદના આકર્ષણમાં વધારો કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)એ રિવરફ્રન્ટ પર એક વિશાળ એન્ટરટેઇનમેન્ટ હબ માટે યોજનાઓનું અનાવરણ કર્યું હતું. 45,600 ચોરસ મીટરના સૂચિત પ્રોજેક્ટમાં લંડન આઈ જેવી જ વિશાળ ફેરિ વ્હીલ, મનોરંજન પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક આકર્ષણો સહિત સાથે એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર કરવામાં આવશે.

એન્ટરટેઇનમેન્ટ પાર્કમાં રોલર કોસ્ટર રાઇડ્સ, IMAX અનુભવ, સિમ્યુલેટર રાઇડ્સ, એડવેન્ચર ઝોન અને VR ગેમ્સ માટે ખાસ ઝોન તૈયાર કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)એ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એન્ટરટેઈનમેન્ટ હબ માટે દરખાસ્તો/બિડ્સ આમંત્રિત કર્યા છે.

 

LEAVE A REPLY

four × five =