ઇંગ્લિશ અભિનેતા, હાસ્ય કલાકાર અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા સંજીવ ભાસ્કર, OBEના પિતા ઇન્દ્રજીત ભાસ્કરનું ગત તા. 18ના રોજ નિધન થયું છે. સંજીવ ભાસ્કરે આ અંગે એક્સ પર જાહેરાત કરતાં લખ્યું હતું કે “સખત કામ કરવું. કોઈને છેતરશો નહીં. ખુશ રહો” – પપ્પા.’’

20 ડીસેમ્બર 1930ના રોજ પાકિસ્તાનના પંજાબનાં જન્માલે ઇન્દ્રજીત ભાસ્કર વિભાજન પછી પત્ની જનક સાથે ભારત ગયા હતા. જ્યાં તેઓ દિલ્હીથી બહુ દૂર શરણાર્થી તરીકે રહેતા હતા. શીખ દંપત્તી ઈન્દ્રજીત અને જનકે મોટી ઉથલપાથલનો અનુભવ કર્યો હતો અને આર્થિક સુરક્ષા મેળવવા તેઓ ઇંગ્લેન્ડ આવ્યા હતા.

1950ના દાયકાના અંતમાં ઈન્દ્રજીત યુકે આવ્યા હતા અને પછી તેમના પત્ની જનક 1961માં આવ્યા હતા. તેમણે હાઉન્સલોમાં પોકી શોપિંગ પરેડ પર લોન્ડરેટ શરૂ કરી હતી અને તેની ઉપરના ફ્લેટમાં સંજીવ અને તેની નાની બહેન સંગીતા સાથે રહેતા હતા. જ્યાં સંજીવનો જન્મ થયો હતો. તેઓ આ સમય દરમિયાન રેસીઝમનો ભોગ પણ બન્યા હતા.

ઇન્દ્રજીત ભાસ્કરને શ્રધ્ધાંજલિ આપતા લંડનને મેયર સાદિક ખાને એક્સ પર જણાવ્યું હતું કે ‘’આ દુખદ સમાચાર વાંચીને ખૂબ જ દુ:ખ થયું. મને ખાતરી છે કે તેમને પોતાના ગ્રાઉન્ડબ્રેકિંગ અને પ્રેરણાદાયી પુત્ર પર અતિ ગર્વ હતો.’’

તેમને નીતિન સાહની, વિલિયમ ડેલરીમ્પલ, આદિલ રે, OBE સહિત અન્ય અગ્રણીઓએ અંજલિ આપી હતી.

LEAVE A REPLY

two × 3 =