પ્રશ્નકર્તા – જ્યારે હું આશ્રમમાં રહું છું ત્યારે મારી આધ્યાત્મિક ગતિવિધિ કોઇ પ્રયાસ વિના ચાલે છે પરંતુ જ્યારે ઘેર જાઉં છું ત્યારે થોડા સમય પછી મારી આધ્યાત્મિક પ્રવૃત્તિ, પ્રક્રિયા કે ગતિવિધિ યંત્રવત્ બની રહે છે. ઘરમાં રહીને પણ આધ્યાત્મિક ગતિવિધિને કોઇ પ્રયાસ વિના કેવી રીતે આગળ વધારી તથા ચાલુ રાખી શકાય?

સદગુરુ – ઘર કે આવાસ એ મૂળભૂત રીતે તો જીવન વિતાવવા માટેની વ્યવસ્થા છે. દરેક વ્યક્તિ તેની પોતાની ક્ષમતા અને જરૂરતોના ધોરણે – કે કયારેક પડોસીઓની જરૂરતના આધારે આવી વ્યવસ્થા ગોઠવતી હોય છે. હું આશા રાખું કે, તમારું ઘર અન્યોની નહીં પરંતુ તમારી જરૂરિયાત પ્રમાણેનું છે. તમારે તમારું ઘર તમને અનુકૂળ હોય તે પ્રમાણે બનાવવું જોઇએ.

તમારુ ઘર એ મકાન કે બિલ્ડીંગ માત્ર નથી. તમારા ઘરમાં તમારા પત્ની, પતિ, બાળકો અને કદાચ તમારા માતાપિતા, પાડોશીઓ અને અન્ય વ્યવસ્થા ગોઠવાયેલી છે. જંગલના બદલે શહેરમાં વસવાનો વિચાર જીવન વધુ સરળ બનાવવા, વિવિધ સગવડો તથા સમાજ સમુદાયની હાજરી માત્રના કારણે હોય છે. આવી વ્યવસ્થા તમારા માટે કારગત ના પણ હોઇ શકે પરંતુ તમે તમારા સરળ જીવન માટે શહેરમાં રહેવું પસંદ કર્યું છે. તમે જે હેતુસર શહેરી કે ધમાલિયું જીવન પસંદ કર્યું છે તેને અનુકૂળ થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવેલી છે.

સ્વેચ્છાએ સૌ કોઇ ભેગા થયા હોય તે સ્થળ એટલે આશ્રમ. આશ્રમમાં ભેગા થયેલાઓમાં કોઇ ફસાયેલા કે ફસામણી અનુભવતા નથી. તમારે તમારા ઘરમાં પણ આવી જ સ્થિતિ ઉભી કરવાની જરૂર છે. તમે તમારા ઘરમાં પણ ધ્યાન આપો કે કોઇ ઘરમાં ફસાયેલાની લાગણી તો અનુભવતું નથી ને, એવા પણ લોકો હશે કે જે ફસાયેલાની લાગણી અનુભવતા હશે. આવા લોકો જેવું અનુભવતા હશે તેવી જ સ્થિતિ કે વાતાવરણ ઉભું કરવાની મથામણમાં હશે અને તેવી સ્થિતિ તમારી જાણમાં પણ હશે નહીં. આવા લોકો તમને નહીં પણ તમારા પાડોશીઓને પોતાની હાલત વર્ણવતા હશે. ઘણી વખત એવું પણ બની શકે કે સંપૂર્ણતયા ફસાયેલા નહીં પરંતુ ગૂંગળામણની સ્થિતિ પણ અનુભવતા હોઇ શકે. આવા લોકો ગૂંગળાતા હોય તો તેમને માટે બારી બારણા ખુલ્લા કરો, જરૂર પડે તો તેમને છત ઉપર મૂકો અથવા તો સૌ કોઇને ઘરમાં સ્વેચ્છાથી જ રહેવું ગમે તે માટે જરૂરી કાંઇ પણ કરો.

એક વખત જો તમે પણ આવું વાતાવરણ ઉભું કરી શકો તો તમારું ઘર પણ સૌને ગમે તેવું મુક્ત, નિખાલસ, મોકશાળભર્યું બની રહેશે. તમારા ઘરમાં એકાદી વ્યક્તિને પણ ગમતું ના હોય તો તે એવો માહોલ ઉભુ કરી દેશો કે તેમાં જીવવું મુશ્કેલીભર્યું બની જશે.

આ જ કારણે તમે તમારી જાતે તમારી ઇચ્છા મુજબનું હોવું જોઇતું ઘર કે સ્થળ છે કે નહીં તેની ચકાસણી કરો. તમારી ઇચ્છા મુજબનું ઘર સ્થળ ના હોય તો તેવું શા માટે, કયા કારણે છે તે જાણો અને આવી જાણકારી પછી તમારા ઘરને પણ એવું બનાવો કે જે તમારી સાધના કરવા માટે અદભુત સ્થળ બની રહે અને તેમ થશે તો તમારું ઘર સારું, આનંદિત શાંત જીવન વિતાવવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બની રહેશે. તમારું ઘર એ તમારી જ ગોઠવેલી, બનાવેલી વ્યવસ્થા છે, તેમાં કોઇએ તમને ધકેલી દીધા નથી માટે તેને નરક જેવું નહીં પરંતુ સ્વર્ગ જેવું અને તમે ઇચ્છો તેવું સારું બનાવો.

શહેરોમાં તમારે કેવી રીતે જીવવું તે અંગેના અભિપ્રાયો અને શહેરીજીવનની મુર્ખામીભરી સ્પર્ધાથી તમારી જાતને મુક્ત કરો. કોઇપણ ચોક્કસ પ્રાપ્તિ માટે તમારો ચોક્કસ જ માર્ગ ના હોવો જોઇએ. તમે સંપૂર્ણતયા અલગ રહી અને અલગ કરીને પણ તમે તમારા ઇચ્છિત સ્થળે કે માર્ગે રહી શકો છો. આધ્યાત્મિક પ્રક્રિયાને લાગે વળગે છે ત્યાં સુધી હું તમારી સમક્ષ જીવતો જાગતો દાખલો છું. જો તમે તમારું માથું ધીમે ધીમે નહીં પરંતુ ઝડપથી હલાવશો કે તમે મૃદુભાષી નહીં તો પણ તમે આધ્યાત્મિક નથી તેવું લોકો ધારવાના છે. આધ્યાત્મિક વ્યક્તિ કેવી હોવી જોઇએ તે વિષે પણ લોકોના ચોક્કસ વિચારો હોય છે અને આવી નિર્ધારિત ઢબ પણ આપણા જીવનનો નાશ કરતી હોય છે.

જો તમે આધ્યાત્મિકતા વાંચ્છુક હોવ તો તે અદભુત હશે. માત્ર આશ્રમ જ નહીં ઘરમાં પણ સ્વયંસેવક બનીને રહો. મારી સાથે ઘણા લોકો પોતે શાકભાજી કાપી નથી તેવી વાત કરી ચૂક્યા છે. પરંતુ શું તમે શાકભાજી ખાતા નથી? જો ખાતા હોવ તો તમે ઘરમાં હોય તો બીજા દ્વારા શાકભાજી કપાવાની અપેક્ષા રાખતા હોવ છો. ટૂંકમાં કહીએ ઘર એવું બનાવો કે જેમાં સૌ કોઇ ફસાયેલા નહીં પરંતુ સ્વેચ્છાથી રહે. આમ તમારું ઘર તમારી વૃદ્ધિની વ્યવસ્થા બનવું જોઇએ.

– Isha Foundation