કોઇની પણ જિંદગીને આપણા હસ્તક લેવી તે સારૂં નથી કારણ કે, તેનાથી તે તમારા ઉપર ચોક્કસ રીતે હાવી થતી હોય છે. એક ડોક્ટર કોઇની પણ જિંદગીને તેમના હાથમાં સતત લેતા હોય છે. આવું તમારા માથે રાખવું બહું મોટી વાત છે. જો તમે તબીબ વ્યવસ્થાને પર્યાપ્ત રીતે જાણી હશે તો તમે જાણતા હશો કે તમારી ભૂમિકા 50 ટકા હોય છે. બાકીની ટકાવારી કેવી હોય છે તે તમે જાણતા નથી. વિશ્વભરના ડોક્ટરોનો આવો જ અનુભવ હોય છે.
જો તમે ભગવાનમાં માનનારા હો તો બધું સરળ છે. તમે ગગન તરફ મીટ માંડીને બોલો છો “હે રામ, શંકર.” જો દર્દી મૃત્યુ પામે અને બધું જ ભગવાનના શરણે જતું હોય તો તો બધું બરાબર છે. પરંતુ જો તમે આવી માન્યતાની વ્યવસ્થામાં ના માનતા હોય અને છતાં પણ બધું જ શક્ય બનાવવામાં તમારી ભૂમિકાને નાનીઅમથી માનતા હો ત્યારે જ તમને દૈવી-અલૌકિક શક્તિની હાજરીનો અહેસાસ થતો હોય છે. જ્યારે કોઇ આવી અલૌકિક શક્તિને માનવી કેના માનવી અથવા આવી બંને સ્થિતિ સાથે જેને સંઘર્ષ થતો હોય તેના માટે જ પ્રશ્ન અને મથામણભર્યો સંઘર્ષ થતો હોય છે.
પોતાના તર્ક, ક્ષમતા કે અન્ય પાર્થિવ દ્દષ્ટિકોણ સાથે જો કોઇ સંઘર્ષ કરતું હોય તો તેવી વ્યક્તિના જીવનમાં પરમાત્માની હાજરી સ્પષ્ટ થતી હોય છે. તેને સ્પષ્ટપણે ખબર છે કે, તેણે કોઇ સાંકડા પુલ ઉપરથી પસાર થવું છે, સ્પર્શી શકાય તેવા દ્દષ્ટિકોણ વિના અહીંયા કશું થતું નથી. આવી હાજરીને કેવી રીતે બોલાવવી તે પ્રશ્ન થતો હોય છે?
આપણે જ્યારે એમ કહીએ છીએ કે અમે કે આપણે સાધના કરીએ છીએ તેનો અર્થ આપણે દૈવી – અલૌકિક શક્તિને નિમંત્રણરૂપ બનવા પ્રયાસ માત્ર કરીએ છીએ. ત્યારે જ તમારી પોતાની જાતથી પણ ઉપરવટનું કશુંક કાર્યરત બને છે. તમે શું કરી શકો છો અને શું નથી કરી શકતા તે અંગેની સાવધતા અને હાજરી સાથે આમ થવા દેવું તે જ યોગનો સંપૂર્ણ ગુણ છે અને તે રીતે તમે પરમશક્તિ પરમાત્મા તરફનો માર્ગ બની રહેતા હો છો અથવા પૂજ્ય-આદરભાવ ધરાવતા હો છો.
દૈવીકૃપા રહસ્યમય હોય છે, જો તમારી હાજરી તેની સમક્ષ ના હોય તો દૈવીકૃપા પણ હાજર રહેતી નથી. દૈવી-દિવ્યાત્મા-અલૌકિકતાની આ જ સાહજિકતા કે સ્વરબદ્ધ હોય છે. મોટા ભાગના લોકો આવી સ્થિતિમાં હાજર હોતા નહીં હોવાથી જ મોટા ભાગના લોકો દૈવી-અલૌકિક શક્તિને પામી શકતા નથી. લોકોની હાજરી-ગેરહાજરીને સ્પષ્ટ કરીએ તો તમારી લાગણી, વિચારો કે તમારી પ્રવૃત્તિ તમારા ઉપર હાવી રહેતી હોય તો હાજરી – ગેરહાજરી નિરર્થક બનતી હોય છે. સદેહ – સભાન અને સંપૂર્ણ મગ્નતાવાળું પરિવર્તન તમે આધ્યાત્મિક પ્રક્રિયા વખતે લાવવા મથતા હો છો. તમારૂં શરીર, તમારૂં મગજ અને લાગણી તમને અનુસરી શકે છે પરંતુ તમે તમારી હાજરીને પ્રભાવી બાબત બનાવવા માંગતા હો છો. હાલમાં તમે તમારી જાત કરતાં વધારે મહત્વ તમારા વિચારો લાગણી અને શરીરને આપો છો. આવી ઉતાર-ચઢાવની સ્થિતિમાં તમે પરમશક્તિ અનુભવી શકતા નથી.
તમે જો આવી સ્થિતિને તમારા પોતાનામાં બદલી શકો તો બધું જ સામાન્ય લાગતું હોય તે અસામાન્ય બની જતું હોય છે. જીવનમાં તમામ પાસા જીવનના સંપૂર્ણ અલગ જ અનુભવ તરફ દોરવાતા હોય છે. આવું થતું નથી કારણ કે તમે કશુંક માનો છો. માન્યતાની પદ્ધતિ વ્યવસ્થાથી તમે કલ્પના કરી શકો છો. અનુયાયી કે કશાંકમાં માનનારાઓની મુશ્કેલી આ જ હોય છે. નક્કર તર્કબદ્ધતા સાથે પણ પરમશક્તિને વરવું તેવી મિશ્ર સ્થિતિને અનુસરવાની છે. જો તમે તમારી તર્કબદ્ધતામાં પ્રસ્થાપિત નથી તો તમે કલ્પના જગતમાં વિહરી પરમશક્તિની અનુભૂતિ કરી શકતા નથી.
પરમાત્માનો સાક્ષાત્કાર અને તાર્કિકતા એ બંને સરખા મહત્વની અભિરૂચિ છે. જો તમારી તાર્કિકતાની અભિરૂચિ સારી રીતે પ્રસ્થાપિત હોય તો તમારા જીવનની ભૌતિકતાનું સુયોજન થતું હોય છે. જો તમારા જીવનમાં પરમાત્મા સાક્ષાત્કારનું પાસું ખૂલેલું હોય તો તમારા જીવનનો અનુભવ અવર્ણનીય હોય છે. એક વખત તમારી ભૌતિકતા સુયોજીત હોય છે તો પછી પરમાત્મા સાક્ષાત્કાર તરફ વળવાનો સમય થઇ ગયો હોય છે. અહીંયા તમારી તાર્કિકતા કામ કરતી નથી. તેનાથી તમે મર્યાદિત કે બંધનમાં આવી જતા હો છો. તો પછી હું મારા તર્ક સાથે કેવી રીતે લડું? તમે તમારા તર્કની પેદાશ બંધ કરો. તમે તમારા મગજના તર્કની પેદાશ બંધ કરો. તમે તમારા મગજને મારી શકતા નથી. પરંતુ તર્ક અને તેની પેદાશ અવગણી તો શકોને! તર્કથી વિચારો જન્મતા હોવાથી તેની અવગણના કરો. તર્કથી જન્મતા અન્ય અભિપ્રાયોને પણ અવગણો. તર્કથી એક વિચારસરણી કે સૈદ્ધાંતિક વિચાર વમળ ઉદભવતું હોય છે તેને પણ અવગણો.
જો તમે આમ કરો છો તો તમે સમર્પણના કુદરતી સાહજિક સ્વરૂપમાં આવતા હો છો. સમર્પણનો અર્થ કોઇને વરેલા રહેવું તેવો છે. સમર્પણ એટલે તમે તમારા પોતાનાથી જ વંચિત. તમે જેને “મારી જાત” કે “માય સેલ્ફ” કહો છો તે લાગણી, અભિપ્રાય વિચારોનું એક ઝૂંડમાત્ર છે, ખરૂં કે નહીં? જો તમે આ ત્રણેય બાબતો – સ્થિતિને વિરામ આપો તો તમારી પ્રતિભા જ અલોપ થતી હોય છે અને તે પછી જ જીવન તમારામાં હાજર હોય તો તમે દૈવી-અલૌકિક કે દિવ્યશક્તિ ગુમાવતા નથી.
– Isha Foundation