કોરોના વાઇરસ મહામારીના મૂળના પગલે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં ખાઇ વધી રહી છે અને તેથી એશિયન સમુદાય વિરુદ્ધ હેટ ક્રાઈમ સતત થઇ વધી રહી છે, જેનો કોઇ અંત દેખાતો નથી. ઘણા રાજ્યોમાં લોકડાઉન હળવું થતાં લોકોમાં આ મુદ્દે ગુસ્સો અને ગેરસમજ ફેલાયેલી જોવા મળે છે.
આ તમામ પરિસ્થિતિ વચ્ચે એવા સમાચાર છે કે એશિયન અમેરિકન્સ મતદારો દેશમાં મુખ્ય વંશીય અને વંશીય જૂથોમાં સૌથી યોગ્ય, લાયક છે અને તેઓ ઝડપથી વધી રહ્યા છે.
આ મહિનાની શરૂઆતમાં જાહેર થયેલા સેન્સસ બ્યૂરોના ડેટા આધારિત નવો પ્યૂ રીસર્ચ રીપોર્ટ જણાવે છે કે, આ વર્ષે મતદાન કરવા માટે 11 મિલિયન એશિયન અમેરિકન્સ યોગ્યતા પ્રાપ્ત હશે, જે અંદાજે દેશના મતદારોના પાંચ ટકા છે. તેઓ અમેરિકામાં જન્મેલા કરતા તેઓ ફક્ત મુખ્ય વંશીય અથવા એથનિક ગ્રુપ છે જે બહુમતીને યોગ્ય મતદારો બનાવે છે.
છેલ્લા 20 વર્ષમાં એશિયન અમેરિકન લાયક મતદારોની સંખ્યા 139 ટકા વધીને બમણી થઇ છે. સાથોસાથ લેટિન અમેરિકન મતદારોમાં પણ 121 ટકાનો વધારો નોંધાયો છે. પરંતુ બ્લેક એન્ડ વ્હાઇટ મતદારોમાં ખૂબ જ ધીમી ગતિએ (33 ટકા અને સાત ટકા) વધારો નોઁધાયો છે, તેમ રીપોર્ટમાં જણાવ્યું છે.
ન્યુટ્રલાઇઝ્ડ ઇમિગ્રન્ટ્સે એશિયન મતદારોમાં ઝડપી વધારો કર્યો છે. 2000થી 2018ની વચ્ચે એશિયન ઇમિગ્રન્ટ મતદારોની સંખ્યા બે ગણી વધીને 3.3 મિલિયનમાંથી 6.9 મિલિયન થઇ ગઇ. અમેરિકામાં એશિયન યોગ્ય મતદારોમાં ન્યુટ્રલાઇઝ્ડ નાગરિકોની સંખ્યા બે તૃતિયાંશ જેટલી ગણવામાં આવે છે.
આ વર્ષે એશિયન અમેરિકન્સને સૌથી વધુ 4.7 ટકા યોગ્ય મતદારો દર્શાવવામાં આવે છે, જે દેશની કુલ વસ્તીના સૌથી નીચો (5.6 ટકા) હિસ્સો ધરાવે છે. 4.5 મિલિયન પુખ્ત વયના ઇમિગ્રન્ટ એશિયન્સ નાગરિકો નહીં હોવાથી, તેઓ મતદાન કરી શકતા ન હોવાથી આ તફાવત જોવા મળે છે.
આ જૂથમાં કાયમી નિવાસીઓ (ગ્રીનકાર્ડ હોલ્ડર્સ) અને જેમણે કાયમી નિવાસ માટેની કાર્યવાહી કરી હોય, જેઓ હંગામી વીસા પર હોય અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ હોય તેનો આ જૂથમાં સમાવેશ થાય છે. આ ગ્રુપ અમેરિકામાં સમગ્ર એશિયન વસતીમાં અંદાજે ચોથા ભાગની (24 ટકા) વસતી ધરાવે છે. અમેરિકામાં અન્ય એશિયન્સ 3.5 મિલિયન છે, જે તેમની કુલ વસતીના 19 ટકા છે. તેમની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી મતદાન કરી શકતા નથી. પ્યૂના રીપોર્ટ મુજબ દેશમાં 18.2 મિલિયન (57 ટકા) અમેરિકન એશિયન્સ મતદાન કરવા માટે યોગ્યતા ધરાવે છે.
અમેરિક એશિયન મતદારો વૈવિધ્ય ધરાવતા જૂથ છે. જેમાં યોગ્ય મતદારો પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયા તેમ જ ભારતીય ઉપખંડના દેશોમાં તેમના મૂળીયા શોધી રહ્યા છે. અમેરિકન એશિયન મતદારોમાં ફક્ત છ જ મોટા મૂળ જૂથ છે, તેમાં ચાઇનીઝ, ફિલિપિનો, ઇન્ડિયન, વિયેતનામીઝ, કોરીયન અને જાપાનીઝનો સમાવેશ થાય છે. આ લોકો જ સમગ્ર રીતે એશિયન અમેરિકન વસતીમાં પ્રતિબિંબિત થાય છે, જે અમેરિકન એશિયન્સમાં 85 ટકા હિસ્સો ધરાવે છે.
AAPI Dataના વર્ષ 2018ના સર્વેમાં જણાયું છે કે, મૂળ જૂથની ઓળખ જુદા જુદા પક્ષની રીતે પણ થાય છે. ઉદાહરણ તરીકે વિયેતનામીઝ અમેરિકન્સ રીપબ્લિકન (42 ટકા) તરીકે ઓળખાય છે, જ્યારે સમગ્ર એશિયન અમેરિકન 28 ટકા રીપબ્લિકન છે. જ્યારે બીજી તરફ ઇન્ડિયન અમેરિકન્સ અન્ય એશિયન ઓરીજીન કરતા વધુ (50) ડેમોક્રેટ્સ તરીકે જાણીતા છે, અને ફક્ત 18 ટકા રીપબ્લિકન છે. યોગ્યતા ધરાવતા અમેરિકન એશિયન મતદારો વંશીય અને એથનિક ગ્રૂપમાં જુદા જુદા છે. અંદાજે 71 ટકા લોકો ઘરમાં અંગ્રેજી બોલે છે અથવા કહેવાય છે કે તેઓ ખૂબ જ સારું અંગ્રેજી બોલે છે. જે લેટિન અમેરિકન (80), બ્લેક (98 ટકા) અને વ્હાઇટ (99 ટકા) મતદારો કરતા ઓછા છે.
કેટલાક અસ્પષ્ટ ઇમિગ્રેશન પ્રતિબંધોની સાથે એચ-1બી વીસા પ્રોગ્રામને અત્યારે સ્થગિત કરવામાં આવ્યા છે. જોકે, એશિયન અમેરિકન સમુદાયના ભાવિ વિકાસ અંગે ઇમિગ્રેશન એડવોકેટ્સ ચિંતિત છે. વાઇસના અહેવાલ મુજબ, અમેરિકામાં યોગ્ય મતદારોની સંખ્યા હોવા છતાં એશિયન સમૂદાયો વિરુદ્ધ તિસ્કાર ગુનાઓમાં તેમનો વિરોધ કરવાના કોઈ સંકેત જણાતા નથી.
આ અહેવાલમાં વધુ જણાવ્યા મુજબ જ્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પે માર્ચમાં COVID-19 નો ઉલ્લેખ ‘ચાઇનીઝ વાઇરસ’ તરીકે કર્યો હતો, ત્યાર પછી તેમણે અમેરિકભરમાં એશિયન સમૂદાયોએ મહામારીને કેવી રીતે અનુભવી તેવું નિવેદન બદલ્યું હતું. રોગના વંશીયકરણથી કાયમી ડર રહે છે અને કેટલાક કિસ્સાઓમાં તેમના સમૂદાયો વિરુદ્ધ હિંસા થાય છે.