લંડનના મેયર સાદિક ખાને 22 ફેબ્રુઆરી, 2023ના રોજ લંડનમાં ફેલિક્સ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી છે. ફેલિક્સ પ્રોજેક્ટ લંડનમાં નબળા લોકો માટે ભોજન પૂરું પાડે છે. (Photo by Jeremy Selwyn - WPA Pool/Getty Images)
દિન-પ્રતિદિન વધી રહેલા પડકારો અને જીવન ખર્ચની કટોકટીનો સામનો કરતા પરિવારોને ટેકો આપવાના આશય સાથે આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન લંડનની પ્રાથમિક શાળાઓના દરેક વિદ્યાર્થીઓને એક વર્ષ શાળાઓમાં બપોરનું આરોગ્યપ્રદ ભોજન મફત આપવાની લંડનના મેયર સાદિક ખાને જાહેરાત કરી હતી. આ યોજના પાછળ £130 મિલિયનનો ખર્ચ થશે.
આ પગલાથી આશરે 270,000 પ્રાથમિક શાળાના બાળકોને મદદ મળશે અને પરિવારો સમગ્ર વર્ષ દરમિયાન બાળક દીઠ આશરે £440ની બચત કરી શકશે. બાળપણમાં શાળામાં મફત ભોજન મેળવનાર ખાને સરકારને વારંવાર બધાને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે આહવાન કર્યું છે. સંશોધન દર્શાવે છે કે ગરીબીમાં જીવતા હજારો શાળાઓના બાળકોને ભોજન મળતું નથી.
હાલમાં વર્ષમાં £7,400 કરતાં ઓછી કમાણી કરતા (કર પછી અને બેનીફીટ વગર) યુનિવર્સલ ક્રેડિટ પરના પરિવારોના તમામ બાળકોને ભોજન મળે છે.પરંતુ નોકરી કરતા ગરીબ પરિવારોના ઘણા બાળકો મફત ભોજન માટે હકદાર બનતા નથી.  ગરમ, પૌષ્ટિક ખોરાક બાળકોને અભ્યાસમાં મદદ કરે છે.

LEAVE A REPLY

15 + eighteen =