Who will become the Bajigar of Bollywood in 2023?
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

સલમાન ખાન અત્યારે પોતાની નવી ફિલ્મો માટે ચર્ચામાં છે. જેમાં અનીસ બાઝમીની કોમેડી ફિલ્મ છે, તેમજ બીજી એડવેન્ચર ફિલ્મનો સમાવેશ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અનીસ બાઝમી એક કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં સલમાનના બહુ ચર્ચિત પાત્ર પ્રેમને ફરીથી દર્શાવવામાં આવશે. સલમાને અગાઉ પણ કોમેડી ફિલ્મો કરી છે અને તે હિટ પણ થઇ છે. અનીસ બાઝમી અને સલમાન વચ્ચે આ ફિલ્મ માટે ચર્ચા થઇ છે. સૂત્રો કહે છે કે, સલમાન પોતાની નવી ફિલ્મો ટાઇગર ૩, ભાઇજાન અને રવિન્દ્ર કૌશિકની બાયોપિક પુરી કરીને પછી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. અનીસ બાઝમીની ફિલ્મ માટે તે આવતા વર્ષના અંત સુધીમાં પોતાની ડેટસ નક્કી કરશે. સલમાન આ ઉપરાંત એક એડવેન્ચર ફિલ્મનું નિર્માણ કરવાનો છે. જેનું બજેટ રૂ. 3૦૦ કરોડ હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં સલમાન પોતે અભિનય પણ કરશે. એક ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા મુજબ, સલમાન ખાનની આ ફિલ્મ એક જંગલ એડવેન્ચર હશે, જેમાં મનુષ્ય અને કુદરતના સંબંધોને ઉજાગર કરવામાં આવશે.