Queen Elizabeth called the Jallianwala massacre in Amritsar a mistake of British rule.
(Photo by Chris Jackson/Getty Images)

 

  • ધ ઇન્ડિયન વેજીટેરિયન એન્ડ વિગન સોસાયટી દ્વારા તા. 2 જૂન 2022ના રોજ સાંજે 6.30 થી 8.30 દરમિયાન રાણીની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના કાર્યક્રમનું આયોજન લોઇડ પાર્ક, 84 કૂમ્બ રોડ, ક્રોયડન CRO 5RA ખાતે કરવામાં આવ્યું છે. આ બીકન ઇવેન્ટમાં પાર્કને ઝગમગતી લાઇટ સ્ટીક્સ, ટોર્ચ અને મોબાઈલ ફોનથી પ્રકાશિત કરાશે. પાર્કિંગ ઉપલબ્ધ છે. વહેલા તે પહેલાના ધોરણે સો ગ્લો સ્ટીક્સ અપાશે. શાકાહારી ખોરાક લાવી પિકનિક કરી શકાશે. સંપર્ક: નીતિન મહેતા 07910 875 908.
  • શ્રી લોહાણા મહાજન લેસ્ટર CIO અને લેસ્ટર મહાજન ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભા 22મી મે 2022 ના રોજ બપોરે 2 વાગ્યે, ઘીવાલા લોહાણા સેન્ટર, હિલ્ડયાર્ડ રોડ, રોસ વોકની બહાર, લેસ્ટર LE4 5GG ખાતે યોજાશે. મત આપવા માટે પોતાનું પેઇડ સભ્યપદ કાર્ડ લાવવા વિનંતી છે.
  • શ્રી લોહાણા મહાજન લેસ્ટર દ્વારા શ્રી રામ મંદિર, હિલ્ડયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG ખાતે પ. પૂ. શાસ્ત્રી શ્રી કનુબાપુ રાજ્યગુરૂજીના (શ્રી રઘુવિર ધામ, કોસમાડી, સુરત) કંઠે શ્રી રામચરિત્ર માનસનું આયોજન તા. 3 અને 4 જૂન શુક્રવાર અને શનિવારના રોજ સાંજે 5થી 7 દરમિયાન કરવામાં આવ્યું છે.
  • લોહાણા સીનીયર લેડીઝ સેન્ટર દ્વારા તા. 24 મે 2022ના રોજ બપોરે 12થી 4 દરમિયાન RCT હોલ, હેડસ્ટોન લેન, HA2 6NG ખાતે બપોરના ભજન કાર્યક્રમનું આયોજન કરાયું છે. ભજન શોભના ઉનડકટ અને ટીમ રજૂ કરશે. પહેલા હળવા નાસ્તો અને બપોરે 2થી ભજનનો લાભ મળશે. સંપર્ક : ઉર્મિલાબેન ઠક્કર, MBE, 07546 569 046.