કેવડિયા ખાતેના સરદાર સરોવર ડેમના ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા છેલ્લા એક સપ્તાહથી દરરોજ સરેરાશ રૂપિયા ચાર કરોડની કિંમતનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. ચોમાસાના પ્રથમ તબક્કામાં થયેલા સાર્વત્રિક વરસાદથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જેથી છેલ્લા એક સપ્તાહથી નર્મદા નદીમાં પાણી છોડાતા રિવર બેડ પાવર હાઉસમાં દરરોજ સરેરાશ વીસ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. આ પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છોડવામાં આવી રહ્યું છે જેથી સિંચાઈ અને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.