ગુજરાતમાં જૂલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદથી ગંભીર અસર પામેલા વિસ્તારોમાં થયેલ નુકસાનીનો તાગ મેળવવા ભારત સરકારના ગૃહ વિભાગની ઈન્ટરમિનિસ્ટ્રીયલ ટીમ ગુજરાત ગઇ હતી. શનિવારે આ ટીમે નર્મદા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય ટીમે દેડિયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામે તળાવ ફાટવાથી થયેલ નુકસાની અંગે તાગ મેળવવા મુલાકાત કરી હતી તથા નવાગામને જોડતા રોડ પરના બ્રિજ પર પહોંચી સ્થળ નિરિક્ષણ કર્યું હતુ અને તમામ બાબતોથી વાકેફ કરાવ્યા હતા.