Triptii Dimri to play Parveen Babi in web series.
યુવા બોલિવૂડ અભિનેત્રીની બોલીવૂડમાં પોતાનું સ્થાન ધીમે ધીમે જમાવી રહી છે. રણબીર કપૂર સાથેની ફિલ્મ એનિમલમાં તેની ભૂમિકાથી સહુ પ્રભાવિત થયા હતા. પછી તૃપ્તિ પાસે અનેક મોટા બજેટની ફિલ્મોની ઓફર આવી હતી. આથી તે કોઇ સ્ટાર અભિનેત્રી જેટલી જ વ્યસ્ત છે. કહેવાય છે કે, દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ જેવી ટોચની હીરોઇનો પાસે પણ એટલી ફિલ્મો નથી જેટલી તૃપ્તિ પાસે છે. અહીં તેના જે ફિલ્મ પ્રોજેક્ટની ચર્ચા છે તેની વિગતો રજૂ કરવામાં આવી છે.
બેડ ન્યૂઝઃ તૃપ્તિ ડિમરી વિકી કૌશલ અને એમી વિર્ક સાથે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ બેડ ન્યૂઝમાં જોવા મળશે. આ ફિલ્મ એક અનોખા મુદ્દા પર આધારિત છે જે જોવાની મજા આવશે.
વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયોઃ તૃપ્તિની પાસે રાજકુમાર રાવ સાથે ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો પણ છે. આ ફિલ્મ સાથે જોડાયેલો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયો છે.
વિકી કૌશલ સાથે વધુ એક ફિલ્મઃ કહેવાય છે કે કરણ જોહરની એક ફિલ્મમાં તૃપ્તિ મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મમાં વિકી કૌશલ પણ હેશે. જોકે હજુ સુધી આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
ભૂલભૂલૈયા-3ઃ તૃપ્તિ ભૂલ ભૂલૈયા-3માં કાર્તિક આર્યન સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ દિવાળીએ સિનેમા હોલમાં જોવા મળી શકે છે.
ધડક-2ઃ કરણ જોહરના પોતાના પ્રોડક્શનમાં નિર્માણ પામનારી ફિલ્મ ધડક-2માં તૃપ્તિ ડિમરી ફાઈનલ થઈ છે. આ ફિલ્મું મોશન પોસ્ટર રિલીઝ કરાયું છે, જેમાં સિદ્ધાંત ચતુર્વેદી સાથે સ્ક્રીન શેર કરતી જોઈ શકાય છે.
પુષ્પા-2ઃ કહેવાય છે કે પુષ્પા-2માં અલ્લુ અર્જુન સાથે તૃપ્તિ એક ડાન્સ પરફોર્મન્સ આપી શકે છે. જોકે, આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
એનિમલ પાર્કઃ રણબીર કપૂર સાથેની ફિલ્મ એનિમલની સીક્વલમાં તૃપ્તિ ડિમરીનો રોલ રશ્મિકા મંદાના કરતાં પણ શાનદાર હોવાનું મનાય છે. આ ફિલ્મનું શૂટિંગ જુન 2025 પછી શરૂ થશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments