Indian Muslim devotees pull a Tazia, a replica of the mausoleum of Imam Ali, during an Ashura procession on the tenth day of Muharram, which marks the day of Ashura, in Ahmedabad, on September 10, 2019. - Ashura is a ten days period of mourning in remembrance of the seventh-century martyrdom of Prophet Mohammad's grandson Imam Hussein, who was killed in the battle of Karbala in modern-day Iraq, in 680 AD. (Photo by SAM PANTHAKY / AFP) (Photo credit should read SAM PANTHAKY/AFP via Getty Images)

સુપ્રીમ કોર્ટે મોહર્રમના પર્વ ઉપર દેશભરાં તાજીયનાના જુલુસ કાઢવાની મંજૂરી આપવાન ઈનકાર કરી દીધો છે અને લખનઉના અરજદારને અલ્હાબાદ હાઈ કોર્ટમાં આ અંગે અરજી કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તે સમગ્ર દેશ માટે એક જનરલ ઓર્ડર કેવી રીતે આપે શકે.

ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમની ખંડપીઠે જણાવ્યું કે આનાથી હોબાળો થશે અને કોઈ એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવશે. તમે એક સામાન્ય આદેશ આપવા જણાવી રહ્યા છો અને જો અમે તેમ કરીશું તો તેનાથી હોબાળો થશે.

કોવિડની સ્થિતિમાં સંક્રમણ વધુ ફેલાવવા માટે એક ચોક્કસ સમાજને જવાબદાર ગણી લોકો નિશાન બનાવશે. અમે કોર્ટ તરીકે લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તેવું કામ ના કરી શકીએ તેમ વીડિયો કોન્ફરન્સિંગથી થયેલી સુનાવણીમાં બેન્ચે જણાવ્યું હતું.

બેન્ચે અરજદારને પોતાની અરજી પરત ખેંચી લેવા મંજૂરી આપી હતી અને તેને આ મામલે જે તે રાજ્યની હાઈકોર્ટમાં મર્યાદિત લોકો સાથે જુલુસ કાઢવાની માગ કરવા નિર્દેશ આપ્યો હતો. લખનઉ સ્થિત શિયા નેતા સૈયદ કલ્બે જાવાદ દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીની સુપ્રીમ કોર્ટે સુનાવમી કરતા આમ જણાવ્યું હતું.