ટેક્સાસમાં 24મે 2022ના રોજ ઉવાલ્ડેમાં રોબ એલિમેન્ટરી સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બાદ લો એન્ફોર્સમેન્ટ ગાર્ડ બાળકોને સુરક્ષિત બહાર કાઢી રહ્યાં છે. REUTERS/Marco Bello

અમેરિકાના ટેક્સાસના ઉવાલ્ડે ખાતેની રોબ એલિમેન્ટરી સ્કૂલમાં બંદૂકધારી ટીનેજરે મંગળવાર (24મે)એ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા 19 બાળકો અને બે ટીચરના મોત થયા હતા. એક દાયકાની આ સૌથી ઘાતક માસ શુટિંગની ઘટનાથી સમગ્ર અમેરિકામાં હાહાકાર મચી ગયો હતો. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને આ ઘટનાને પગલે અમેરિકાની ગન લોબીની આખરી નિંદા કરી હતી અને માસ શુટિંગના સિલસિલાને અટકાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ દુઃખદ ઘટનાને પગલે બાઇડને શનિવાર સૂર્યાસ્ત સુધી રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ લહેરવાનો આદેશ આપ્યો હતો.

મેક્સિકોની બોર્ડરથી આશરે એક કલાકના અંતરે આવેલા સ્મોલ કમ્યુનિટી સિટી ઉવાલ્ડે ખાતે થયેલો આ હુમલો તાજેતરના વર્ષોમાં અમેરિકામાં સ્કૂલમાં ફાયરિંગનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે. ટેક્સાસ પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોર યુવક પોતાના વાહનમાંથી નીકળીને સ્કૂલમાં પ્રવેશ્યો હતો. તેની પાસે એક હેન્ડગન અને એક રાઇફલ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર અંધાધૂંધ ગોળીબાર કરનારો આ હુમલાખોર યુવક પણ ઉવાલ્ડે હાઈસ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. ટેક્સાસ ગવર્નર એબોટે શંકાસ્પદની ઓળખ સાલ્વાડોર રામોસ તરીકે આપી હતી અને સ્થાનિક નિવાસી હોવાનું માનવામાં આવે છે.

આ ઘટનામાં કુલ 21 લોકો ઘાયલ થયા હતા. હુમલાખોરનું પોલીસની વળતી કાર્યવાહીમાં મોત થયું હતું. ટેક્સાસના ગવર્નર ગ્રેટ એબોટે પ્રાથમિક સ્કૂલની અંદર થયેલી આ ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે હુમલાખોરની ઉંમર 18 વર્ષ હતી. ટેક્સાસની જે સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું તેનું નામ રોબ એલિમેન્ટ્રી સ્કૂલ છે. હુમલાખોર 18 વર્ષનો યુવક હતો, જેણે ફાયરિંગ કરીને પ્રાથમિક સ્કૂલના 19 વિદ્યાર્થિઓનો ભોગ લીધો હતો. આ ઘટના અંગે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડને ગ્રેટ એબોટ સાથે વાત કરી અને તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી.

પ્રેસિડન્ટ બાઇડન ટેક્સાસની પ્રાથમિક સ્કૂલમાં થયેલા હુમલાની ઘટના અંગે નિંદા કરી હતી.. તેમણે જણાવ્યું હતું કે એક રાષ્ટ્રના રૂપમાં આપણે પૂછવું પડશે કે ભગવાનના નામે ક્યાં સુધી બંદૂકની લોબી માટે ઉભા હશે અને તેની સામે શું કરી શકીએ? જે માતા-પિતા તેમના બાળકોને ફરી ક્યારેય જોઈ નહીં શકે, તેમના વિશે વિચારવાની જરુર છે. હવે એક્શન લેવાનો સમય આવી ગયો છે. આપણે એ લોકોને જણાવવાની જરુર છે જેઓ કાયદાની વિરુદ્ધમાં જઈને બંદૂક ઉઠાવે છે, તેમને અમે માફ નહીં કરીએ.

અગાઉ ડિસેમ્બર 2012માં પણ ટેક્સાસની એક સ્કૂલમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં સેન્ડી હુક સ્કૂલમાં ફાયરિંગ થયું હતું, જેમાં 20 બાળકો અને છ કર્મચારીઓના મોત થયા હતા.