MPs demand to allow immigrants to stay in US even after retrenchment

અમેરિકાના વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકાના વિઝાની એપોઇન્ટમેન્ટ્સનું વેઈટિંગ લિસ્ટ કાપવા અમેરિકાના પ્રેસિડેન્શિયલ કમિશનની ઘણી ભલામણો તરત જ લાગુ કરી છે. એ મુજબ આ માટે ભારત બહાર અમેરિકન ડિપ્લોમેટિક મિશન્સ ખાતે પણ ભારતીયો માટેની વિઝા પ્રક્રિયા શરૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

અમેરિકા દ્વારા કોરોના વાઇરસ સંબંધિત મુસાફરીના પ્રતિબંધો ઉઠાવી લેવાતા ભારત સહિત કેટલાક દેશોમાં અમેરિકાના વિઝાની અરજીમાં મોટો ઉછાળો આવ્યો હતો.

આ મુદ્દો કમિશનના સભ્ય અને સિલિકોન વેલીના રહેવાસી અજય જૈન ભૂટોરીયાએ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કેવિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબનો મામલો પ્રેસિડેન્શિલ કમિશને ધ્યાનમાં લીધો હતો. આ વિલંબના કારણે અમેરિકા આવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ મોટી સમસ્યાઓ ઊભી થઇ હતી.

કમિશને ભલામણ કરી હતી કેસ્ટેટ ડીપાર્ટમેન્ટે વિશ્વભરમાં જ્યાં શક્ય ત્યાંની એમ્બેસીમાં વર્ચ્યુઅલ ઇન્ટર્વ્યૂની મંજૂરી આપવી જોઇએ. વધુ પડતર અરજીઓના નિકાલ માટે યુએસ કોન્સ્યુલરના કર્મચારીઓને એમ્બેસીમાં વર્ચ્યુઅલ ઇન્ટર્વ્યૂઝની વ્યવસ્થામાં મદદ કરવાની મંજૂરી આપવી જોઇએ.

આ ઉપરાંત એવી પણ ભલામણ કરવામાં આવી હતી કેવિઝા એપ્લિકેશન માટે ભારત બહારના અમેરિકન ડિપ્લોમેટિક મિશન્સને પણ એ પ્રક્રિયા માટે મંજુરી આપવી જોઇએ. વિઝા એપ્લીકેશનની પ્રોસેસ માટે ભારતમાં વધુ કાઉન્ટરની સાથે અધિક સંશાધનો ઊભા કરવા જોઇએ.

ભારત ખાતેની યુએસ એમ્બેસીએ ગત મહિને જ એક લાખથી વધુ વિઝા એપ્લિકેશન પર કાર્યવાહી કરી હતીજે જુલાઇ 2019 પછી એક જ મહિનામાં કુલ સૌથી વધુ અરજીઓના નિકાલ કરવાની કામગીરી હતી. પ્રેસિડેન્ટ્સ એડવાઇઝરી કમિશન ઓન એશિયન અમેરિકન્સનેટિવ હવાઇયન્સ એન્ડ પેસિફિક આઇલેન્ડર્સ દ્વારા તેની ડિસેમ્બરમાં યોજાયેલી મીટિંગમાં ભારત સહિત પાકિસ્તાનનેપાળ અને બાંગ્લાદેશમાં વિઝા એપોઇન્ટમેન્ટમાં વધતો વિલંબ ઘટાડવા અનેક પગલા લેવા ભલામણ કરી હતી.

તેમાં એક ભલામણ એવી પણ હતી કે વિદેશ મંત્રાલયે એશિયાની એમ્બેસીઝમાં આ પડતર અરજીઓના નિકાલ માટે ફુલ ટાઇમ ઓફિસર્સ-કોન્સ્યુલર અથવા હંગામી કર્મચારીઓ કે કોન્ટ્રાક્ટ કે નિવૃત્ત કોન્સ્યુલર ઓફિસર્સને કામગીરી સોંપવી જોઇએ. આ એમ્બેસીઓમાં વિઝા અરજી માટે 400 કે તેથી વધુ દિવસની રાહ જોવી પડતી હતીઅને હવે તે સમય ઘટાડીને 2-4 સપ્તાહ કરવાની કાર્યવાહી થઇ રહી છે.

એડવાઇઝરી કમિટીએ નોંધ્યું હતું કે, 2012માં પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ વિઝા એપોઇન્ટમેન્ટ માટેનો રાહ જોવાનો સમય ઘણા મહિનાઓથી ઘટાડીને ઓછા દિવસમાં કરવાની સૂચના આપી હતી. જોકેટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પ્રેસિડેન્ટ ઓબામાની સૂચના રદ્ કરી હતીઅને તેના કારણે વિઝા એપોઇન્ટમેન્ટ્સમાં વિલંબ થઇ રહ્યો હતો.

ભારતમાં જે લોકો બી1 (બિઝનેસ) અને બી2 (ટુરીસ્ટ) વિઝા કેટેગરી માટે પ્રથમવાર અરજી કરી રહ્યા છે તેમના માટે રાહ જોવાનો આ લાંબો સમય વધુ ચિંતાનું કારણ બન્યું છે.  

ભારતમાં પ્રથમવાર બી1 અને બી2 વિઝા અરજીકર્તાઓ માટે રાહ જોવાનો સમય ગત વર્ષે ઓક્ટોબરમાં ત્રણ વર્ષની નજીક હતો.

જાન્યુઆરીમાં સ્ટેટ ડીપાર્ટમેન્ટે અગાઉના યુએસ વિઝા ધરાવતા અરજદારો માટે ઇન્ટરવ્યૂ માફીના કેસોની રીમોટ પ્રોસેસિંગ વ્યવસ્થાનો ફક્ત અમલ જ નહોતો કર્યોપરંતુ પ્રથમવારના વિઝા અરજદારો માટે ખાસ ઇન્ટરવ્યૂ ગોઠવવા સહિત કોન્સ્યુલરમાં કર્મચારીઓની સંખ્યા વધારવા સહિતના પગલાં લીધા હતા. તેમણે શનિવાર, 21 જાન્યુઆરીના રોજ સ્પેશિયલ ઇન્ટરવ્યૂ પણ લીધા હતા.

LEAVE A REPLY

1 × four =