શાહરૂખ ખાન માટે ગત વર્ષ ખૂબ જ સફળ રહ્યું હતું. ડિસેમ્બરના અંતમાં રિલીઝ થયેલી ‘ડંકી’ હજુ પણ થીયેટરમાં ડંકો વગાડી રહી છે. આ વર્ષે શાહરૂખની કોઈ ફિલ્મ રિલીઝ થશે નહીં, પરંતુ તેની ગતિ અટકવાની નથી.

આ વર્ષે શાહરૂખની ત્રણ નવી ફિલ્મો જાહેર થશે, જેમાંથી એક ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. કોરોના અને લોકડાઉન પછી આત્મવિશ્વાસ ગુમાવી ચૂકેલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને શાહરૂખની સફળ ફિલ્મોએ નવો ઉત્સાહ આપ્યો હતો. શાહરૂખ ખાન પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરીને પરત આવી ગયો છે. હવે તે તેની નવી ફિલ્મોની તૈયારી અંગે જાહેરાત કરશે.

2018માં ‘ઝીરો’ના ધબડકા બાદ શાહરૂખ ખાને પાંચ વર્ષનો બ્રેક લીધો હતો. ધમાકેદાર કમબેક કરનાર શાહરૂખ સ્ક્રિપ્ટની પસંદગીમાં ખૂબ કાળજી રાખે છે. અત્યારે તેની યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળની એક ફિલ્મ ફાઈનલ છે. ટાઈગર વર્સસ પઠાણ તરીકે ઓળખાતી આ ફિલ્મને 2025માં રિલીઝ કરવાનું આયોજન છે.

આ ઉપરાંત શાહરૂખ ખાનના હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘ભક્ષક’નું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે ભૂમિ પેડનેકર પણ જોવા મળશે. શાહરૂખની ત્રીજી ફિલ્મ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments