Big relief for Shah Rukh Khan in Vadodara hit and run case
(Photo by Getty Images/Getty Images for Global Citizen )

શાહરુખ ખાન અને સંજય દત્તના ચાહકોને એક નવી ફિલ્મ જોવા મળે તેવી તૈયારી થઇ રહી છે. શાહરૂખ ખાન અત્યારે પોતાની નવી ફિલ્મ પઠાનના પ્રોડક્શનમાં વ્યસ્ત છે.

આ ફિલ્મને યશરાજ બેનર પ્રોડયુસ કરી રહ્યું છે. જેમાં દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ કામ કરી રહ્યા છે. શાહરૂખ ખાન આ ફિલ્મ દ્વારા લાંબા સમય પછી રૂપેરી પડદે પાછો ફરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, શાહરૂખ ખાન અને સંજય દત્ત પ્રથમ વખત એક બિગ બેજેટ ફિલ્મ રાખીમાં સાથે જોવા મળે તેવી પ્રબળ સંભાવના છે.

આ ફિલ્મ વાયકોમ 18ના બેનર હેઠળ બનશે. ફિલ્મની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પઠાન ફિલ્મ શરૂ કર્યા પછી ઘણી ફિલ્મોના નામ શાહરૂખ ખાન સાથે જોડાઇ રહ્યા છે. જેમાં રાજકુમાર હિરાણીની એક ફિલ્મનો પણ સમાવેશ થાય છે. કહેવાય છે કે, શાહરૂખ આ દિગ્દર્શકો સાથે ચર્ચામાં છે અને હવે સંજય દત્ત સાથેની ફિલ્મમાં પણ શાહરૂખ ખાનનું નામ જોડાયું છે.