શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદ શેટ્રીની ફાઇલ તસવીર (Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદ શેટ્ટી સામે ઉત્તરપ્રદેશના લખનૌમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદકર્તાએ તેમની પર કરોડો રુપિયાની કથિત છેતરપિંડીનો આરોપ મુક્યો છે. લખનૌમાં હઝરતગંજ અને વિભુતીખંડ પોલીસ સ્ટેશનમાં બે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

શિલ્પા અને તેની માતા પર વેલનેસ સેન્ટરના નામે લોકો પાસેથી કરોડો રુપિયા ઠગવાના આરોપ લગાવામાં આવ્યા છે. આયોસિસ સ્લિમિંગ સ્કિન સલૂન એન્ડ સ્પા નામથી શિલ્પા અને સુનંદા શેટ્ટીએ કંપની ખોલી છે. આરોપ છે કે કંપનીની ફ્રેન્ચાઇઝી અને બ્રાન્ચના નામે લોકો પાસેથી કરોડો રુપિયા ઠગવામાં આવ્યા છે.

પોલીસે ગયા મહિને શિલ્પા શેટ્ટી અને સુનંદા શેટ્ટીને નોટિસ ફટકારી હતી, પરંતુ આ કેસમાં તેમના તરફથી કોઇ જવાબ આવ્યો નથી. હવે પોલીસ આ કેસમાં બંનેની પૂછપરછ કરશે.