Evoto

સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ પીએલસીના CEO હતુલ શાહને ફાર્મસી ઉદ્યોગમાં તેમની અસાધારણ સેવાઓ અને તેમના નોંધપાત્ર યોગદાન બદલ 24 મેના રોજ ફેલોની RPS પેનલ દ્વારા રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી (RPS)ની ફેલોશિપ એનાયત કરવામાં આવી છે. શાહની સાથે બીજા 19 પ્રતિષ્ઠિત સભ્યોને પણ ફેલો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

નવા RPS ફેલોની જાહેરાત કરતાં, રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીએ હાઇલાઇટ કર્યું હતું કે ફેલોશિપ એ સભ્યને અપાતા સર્વોચ્ચ સન્માનો પૈકીનું એક છે અને તે સભ્યોએ તેમની ફાર્મસી કારકિર્દીમાં જે વિશિષ્ટતા પ્રાપ્ત કરી છે તેની સરાહના માટે છે.

RPS તરફથી ફેલોશિપ એનાયત થતાં આભાર વ્યક્ત કરતાં શાહે લિંક્ડઇન પર લખ્યું હતું કે “રૉયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી ફોર સર્વિસીઝ ટુ ધ ફાર્મસી ઇન્ડસ્ટ્રી દ્વારા આજે ફેલોશિપથી સન્માનિત થતાં મને ખૂબ જ ગર્વ છે. હું મારા સાથીદારોનો આભાર માનું છું કે જેમણે મને ખાસ ચુનંદા અમુક લોકોમાંથી પસંદ કરવા માટે મને નામાંકિત કર્યો છે, પરંતુ સૌથી વધુ મારા કુટુંબ, મિત્રો, ફાર્મસી ભાગીદારો, સ્ટાફ અને અલબત્ત સિગ્મા – ઇન્ડિપેન્ડન્ટ ટુગેધર ગ્રૂપના તમામને મારી કારકિર્દી દરમિયાન તેમના અતૂટ સમર્થન બદલ આભાર. અમે ફાર્મસી ઉદ્યોગને સમર્થન આપવાનું ચાલુ રાખીએ છીએ અને હંમેશા ‘ ઇન્ડિપેન્ડન્ટ ટુગેધર’ રહીએ છીએ!”

હતુલ શાહ 2002 માં કિંગ્સ કોલેજ લંડનમાંથી માસ્ટર ઓફ ફાર્મસી સાથે સ્નાતક થયા હતા અને પ્રી-રજીસ્ટ્રેશન પછી તરત જ કોમ્યુનિટી ફાર્મસીમાં કારકિર્દી બનાવી હતી. તેમણે 2018માં વોરીક બિઝનેસ સ્કૂલમાંથી એક્ઝિક્યુટિવ MBA મેળવીને પોતાનું શિક્ષણ આગળ વધાર્યું હતું.

ફેલોની RPS પેનલે અન્ય 19 સાથે રૂપવિન્દર કાહલોન અને શોભા શર્મા કંડેલને પણ ફાર્મસી વ્યવસાયમાં વિશિષ્ટતા માટે ફેલોશીપની માન્યતા આપી હતી. આ ઉપરાંત, મૂડી મેંગને તેમના જીવનકાળ દરમિયાન ફાર્મસી વ્યવસાયમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને સ્વીકારીને મરણોત્તર ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી.

રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી પાસે હાલમાં વ્યવસાયમાં વિવિધ ક્ષેત્રો અને કારકિર્દીના તબક્કામાંથી 783 ફેલો છે.

LEAVE A REPLY