પ્રિયંકુર માંડવ દ્વારા

ડોમિનિકન રિપબ્લિકના પુન્ટા કેનામાં આયોજિત 13મી સિગ્મા કોમ્યુનિટી ફાર્મસી કોન્ફરન્સમાં વિડિયો લિંક દ્વારા પ્રતિનિધિઓને સંબોધતા, સરકાર સાથે ફાર્મસીના નેશનલ કોન્ટ્રેક્ટની વાટાઘાટો કરતી ટીમ – PSNCના વડા જેનેટ મોરિસને જણાવ્યું હતું કે ‘’AMID મીડિયા અનુમાન કરે છે કે મોટી મલ્ટીપલ ફાર્મસીઓ તેમના તમામ સ્ટોર્સને બંધ થવાનું જોખમ ધરાવે છે અને ફાર્મસી સેક્ટર કટોકટીમાં છે તથા નોંધપાત્ર પતનનું જોખમ ધરાવે છે.’’ સિગ્મા કોમ્યુનિટી ફાર્મસી કોન્ફરન્સમાં કોમ્યુનિટી ફાર્મસીના માલિકો અને સ્ટેકહોલ્ડર્સ સહિત 250 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

જેનેટ મોરિસને જણાવ્યું હતું કે ‘’જ્યારે બજારમાં ફાર્મસીઓનું ઘણું હસ્તાંતરણ અથવા વેચાણ થાય છે ત્યારે ઘણી નાની, સ્વતંત્ર માલિકીની કોમ્યુનિટી ફાર્મસીઓ – જેમણે પોતાનો બિઝનેસ ચલાવવા માટે સખત મહેનત કરવી પડી છે તેઓ આવકના અભાવે પ્રગતિ કરતી અટકી જાય છે. મને ખબર નથી કે તે લોકો કેટલો સમય આગળ વધી શકે છે. ફાર્મસી ક્ષેત્રનું ભંગાણ ભયાનક અને ગંભીર છે. અમને 53 ટકા લોકોના રીપીટ પ્રિસ્ક્રિપ્શન મળે છે, તેથી તે મહત્વપૂર્ણ છે. વર્તમાન પાંચ વર્ષના નેશનલ કોન્ટ્રેક્ટના આધારે કોઈપણ તાત્કાલિક ભંડોળ મળવાની શક્યતા નથી ત્યારે ફાર્મસીને વધુ પૈસા મળે તેનો એકમાત્ર રસ્તો NHSના પોટ્સ છે, પરંતુ ત્યાં કોઈ વધારાના પૈસા નથી.”

મોરીસનની ટિપ્પણી એક સ્પસ્ટ ચેતવણી હતી અને આ ક્ષેત્ર પ્રિસ્ક્રિપ્શનોથી થતી આવક પર ખૂબ આધાર રાખે છે. ફાર્મસી ક્ષેત્રને હાલના કોન્ટ્રેક્ટ અને નાણાંની વર્તમાન ચૂકવણીના વર્તમાન ફોર્મેટ સાથે ચાલુ રાખવાનું પરવડી શકે તેમ નથી. આ રકમ અપંગ NHSના બોજને વહેંચવા માટે અને અસંખ્ય કાર્યોને કરવા માટે ચૂકવવામાં આવી હતી.

ફાર્મસી સેક્ટર પ્રત્યે સરકારની ઉદાસીનતા અને કોમ્યુનિટી ફાર્મસીની વર્તમાન સ્થિતિને રાષ્ટ્રીય કલંક ગણાવતાં, એસોસિયેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ મલ્ટીપલ ફાર્મસીના સીઇઓ, ડૉ. લૈલા હેનબેકે, જણાવ્યું હતું કે “આ ક્ષણે ઇંગ્લેન્ડમાં ફાર્મસીઓ સાથે જે થઈ રહ્યું છે તે રાષ્ટ્રીય કલંક છે. સરકાર સેક્ટરની સલાહ લેવાને બદલે ફાર્મસી પર બોજો લાદી રહી છે. જ્યારે NHSને ટ્રેઝરીમાંથી £6 બિલિયનનું ફંડિંગ બૂસ્ટ મળવાનું નક્કી કરાયું હતું ત્યારે કોમ્યુનિટી ફાર્મસી માટે કંઈ નક્કી કરવામાં આવ્યું ન હતું. આપણે એ સ્વીકારવાનું છે કે ઘડામાં પૈસા છે. પરંતુ આ પૈસા ક્યાં જાય છે તે બીજો પ્રશ્ન છે. શું આ પૈસા કરદાતાને સૌથી વધુ લાભ મળે છે ત્યાં ખર્ચવામાં આવે છે?”

નેશનલ ફાર્મસી એસોસિએશનના અધ્યક્ષ એન્ડ્ર્યુ લેને જણાવ્યું હતું કે, “ઇંગ્લેન્ડમાં ફાર્મસીઓને નેશનલ કોન્ટ્રેક્ટ દ્વારા ગૂંગળાવવામાં આવે છે અને વર્ષોનાં ઓછા ભંડોળ પછી તે હેતુ માટે અયોગ્ય છે. આ કરારના માળખાએ કોન્ટ્રાક્ટરોને તેમના નિયંત્રણની બહારના સંજોગોની દયા પર મૂક્યા હતા. પછી ભલે તે જથ્થાબંધ ભાવમાં વધારો હોય અથવા નાની બિમારીઓ માટે ફાર્મસીઓમાં NHS સેવાઓનો રેફરન્સ આપવા માટે કેટલાક ફેમિલી ડોકટરોની અનિચ્છા હોય. જો આ સેક્ટરની રીકવરી કરવી હોય, ખીલવવું હોય અને દર્દીઓ સુધી પહોંચાડવું હોય તો મૂળભૂત પુનર્વિચારની જરૂર છે.”

મોરિસને કહ્યું હતું કે “મોટા ભાગે જે બાબતો માટે આપણને ભંડોળ મળશે તે ફાર્મસી ફર્સ્ટ છે. જે સ્કોટલેન્ડ અને વેલ્સમાં ખૂબ સફળ સાબિત થઈ છે. આપણે કેસને એક વ્યાવસાયિક, સક્ષમ, વિશ્લેષણાત્મક, સ્માર્ટ સેક્ટર તરીકે બનાવવો પડશે, જેમાં માત્ર સમસ્યાઓ જ નહીં, પણ ઉકેલો હોય અને બાબતોને વધુ સારી રીતે કાર્ય કરવા માટે પણે સંરેખિત કરી શકીએ છીએ. આપણે પહેલાથી જ સેટ કરેલા પરિમાણો સામે લડી રહ્યા છીએ.”

આ યોજના અંતર્ગત સ્થાનિક ફાર્મસીઓમાંથી સામાન્ય બિમારીઓ માટે પ્રફેશનલ હેલ્થકેર સલાહ, સારવાર અને દવાઓ અરાય છે.

હડતાળ અંગે વિચારવાના પ્રશ્નના જવાબમાં, તેણીએ જણાવ્યું હતું કે ‘’આ બાબત તેમના માટે શું યોગ્ય છે તે નક્કી કરવા માટે કોન્ટ્રાક્ટર્સ અને તેમના યુનિયનો પર છોડી દેશે. પણ આવી હડતાળને સંઘર્ષ તરીકે જોઈ શકાય છે અને તેથી તેનો ઉપયોગ છેલ્લા ઉપાય તરીકે જ કરવો જોઈએ.’’

આગામી સામાન્ય ચૂંટણી પછી યુકે સરકારમાં પરિવર્તન ખૂબ જ સારી રીતે જોઈ શકે છે તે સ્વીકારતા મોરીસને જણાવ્યું હતું કે ‘’ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિયેટીંગ કમિટીની તેમની ટીમ વિરોધ પક્ષ સાથે સંબંધો અને જોડાણ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. અમે શેડો હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગની ટીમ ઉપરાંત પાર્ટી મેનિફેસ્ટો અને લેબર તરફ ઝુકાવ ધરાવતી થિંક ટેન્ક પાછળના લોકો સાથે પણ વાત કરી છે. વેસ્ટમિન્સ્ટરમાં રાજકીય વ્યવસ્થામાં ફેરફાર સાથે આપણે જે આર્થિક પરિસ્થિતિમાં છીએ તે ખૂબ જ દબાણયુક્ત છે, પરંતુ તે વધુ સારી કે અલગ નહીં હોય. તેથી, સેક્ટરને “વધુ સારી પેશન્ટ કેર અને હેલ્થ આઉટકમ” માટે તેનો કેસ બનાવવા માટે સક્ષમ બનવાની જરૂર પડશે, પછી ભલે તે કોઈપણ રાજકીય પક્ષ સરકારમાં હોય.’’

સંસદની હેલ્થ એન્ડ સોશિયલ કેર સિલેક્ટ કમિટીના અધ્યક્ષ અને જૂન 2017થી માર્ચ 2019 સુધી ફાર્મસી મિનિસ્ટર રહેલા સ્ટીવ બ્રાયને એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે ‘’ઘણા પડકારો હોવા છતાં કોમ્યુનિટી ફાર્મસીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. પરંતુ તેને યોગ્ય ભંડોળની જરૂર છે. તેઓ સાચા અર્થમાં “ઘણા પ્રેરણાદાયી, નવીન ઉદાહરણો” દ્વારા પ્રભાવિત થયા છે. મને ખૂબ વિશ્વાસ છે કે કોમ્યુનિટી ફાર્મસીને સરકાર દ્વારા યોગ્ય રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે તો, ખરેખર ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય છે. અમારી સમિતિ વર્ષના અંતમાં ‘ફાર્મસી ઇન્ક્વાયરી’ શરૂ કરશે. કોમ્યુનિટી ફાર્મસી સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક તરીકે નિવારણને પ્રોત્સાહન આપવા માટે નિર્ણાયક ભાગ ભજવશે. અમે એક સ્પષ્ટ દિશા નિર્ધારિત કરવાનો ઇરાદો રાખીએ છીએ કે દાયકાના અંત સુધીમાં નવા ધ્યેયોને હાંસલ કરવા માટે મિનિસ્ટર્સે શું પગલાં લેવા જોઈએ. માત્ર ત્રણ અઠવાડિયામાં અમારી સમિતિને 600 દરખાસ્તો પ્રાપ્ત થઈ હતી જેમાં કોમ્યુનિટી ફાર્મસીઓ વારંવાર આવી હતી. ઘણા બધા સબમિશનમાં NHS માટે કોમ્યુનિટી ફાર્મસીના મહત્વને વધુ માન્યતા આપવા માટે કહેવામાં આવ્યું હતું.’’

બ્રાયને કોમ્યુનીટી ફાર્માસિસ્ટને રેફરલ માર્ગો સુધી પહોંચ આપવાના સૂચનો અને પોષણ, શિક્ષણ, વેઇટ મેનેજમેન્ટ, કાઉન્સેલિંગ અને મેડિકેશન થેરાપી મેનેજમેન્ટ દ્વારા સ્થૂળતા દર ઘટાડવાની સંભવિતતા વિશે પણ વાત કરી હતી.

આ કોન્ફરન્સમાં એવા સૂચનો પણ કરાયા હતા કે ફાર્મસી ટીમોએ સોસ્યલ પ્રિસ્ક્રાઇબિંગ, સામાજિક સંભાળ, આવાસ અને સ્વૈચ્છિક ક્ષેત્ર જેવી સેવાઓમાં એકીકૃત રીતે જોડાવા માટે સક્ષમ હોવી જોઈએ. તો અન્ય દરખાસ્તોમાં સ્થૂળતા, ધૂમ્રપાન અને આલ્કોહોલના સુધારી શકાય તેવા જોખમી પરિબળો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને અન્નનળીના કેન્સરને રોકવા માટેની તપાસમાં કોમ્યુનિટી ફાર્મસીના જોડાણ અંગે રજૂઆત કરાઇ હતી.

LEAVE A REPLY

16 − four =