સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2023 મુજબ સિંગાપોરના ચાંગીએ ફરી વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ હાંસલ કર્યો છે, જ્યારે દોહાનું હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બીજા સ્થાને અને ટોકિયોનું હાનેડા એરપોર્ટ ત્રીજા સ્થાને રહ્યું છે. આશ્ચર્યજનક રીતે વિશ્વના શ્રેષ્ઠ 10 એરપોર્ટમાં અમેરિકાના એકપણ એરપોર્ટનો સમાવેશ થતો નથી. આ ટોપના એરપોર્ટમાં યુકે કે ભારતના એરપોર્ટનો પણ સમાવેશ થતો નથી. આ યાદીમાં લંડનનું હિથ્રો એરપોર્ટ નવ ક્રમ ગબડીને છેક 22માં ક્રમે આવી ગયું છે.

પેરિસ ચાર્લ્સ ડી ગોલ યુરોપનું ટોચનું પર્ફોર્મર રહ્યું છે. તે  એક તે એક ક્રમ કુદાવીને પાંચમા સ્થાને આવ્યું છે. નોર્થ અમેરિકન એરપોર્ટમાં સૌથી ઊંચુ રેન્કિંગ ધરાવતું સિએટલ-ટાકોમા 18માં સ્થાને રહ્યું છે, જે યા વર્ષે 27મા સ્થાને હતું.

અમેરિકાનું જેએફકે ત્રણ સ્થાન ગબડીને 88માં સ્થાને આવી ગયું છે, જ્યારે ચીનનું શેનઝેન 26 સ્થાન કૂદાવીને 31માં સ્થાને આવી ગયું છે. ઓસ્ટ્રેલિયાનું ટોપ એરપોર્ટ ગણાતું મેલબોર્ન આ યાદીમાં 19માં સ્થાને આવ્યું છે, જે ગયા વર્ષે 26માં સ્થાને હતું.

ચાંગી એરપોર્ટ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લી સીઓ હિઆંગે જણાવ્યું હતું કે, “ચાંગી એરપોર્ટને બારમી વખત વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ બહુમાન અમારા એરપોર્ટ સમુદાય માટે ખૂબ જ પ્રોત્સાહન છે, જેઓ છેલ્લા બે વર્ષમાં કોવિડ-19ના પડકારો સામે લડવા માટે મક્કમતાથી સાથે ઊભા હતા.સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ ગ્રાહક સંતોષ સર્વેક્ષણ દ્વારા આ યાદી તૈયાર કરે છે.

વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટ

1 સિંગાપોર ચાંગી

2 દોહા હમદ (1)

3 ટોક્યો હાનેડા (2)

4 સિઓલ ઇંચિયોન (5)

5 પેરિસ ચાર્લ્સ ડી ગાલે (6)

6 ઈસ્તાંબુલ (8)

7 મ્યુનિક (7)

8 ઝ્યુરિચ (9)

9 ટોક્યો નારીતા (4)

10 મેડ્રિડ બરાજાસ (16)

11 વિયેના (19)

12 હેલસિંકી-વંતા (11)

13 રોમ ફિયુમિસિનો (24)

14 કોપનહેગન (17)

15 કંસાઈ (10)

16 સેન્ટ્રેર નાગોયા (12)

17 દુબઈ (14)

18 સિએટલ-ટાકોમા (27)

19 મેલબોર્ન (26)

20 વાનકુવર (28)

 

 

LEAVE A REPLY

1 × 4 =