GettyImages)

મંદીના માર વચ્ચે પ્રજા પર નવા વર્ષના પહેલા દિવસે જ મોંઘવારીનો ટ્રિપલ એટેક થયો છે. હવે ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધારી દીધા છે. સબસિડી વગરના સિલિન્ડરમાં 19 રૂપિયાનો વધારો થયો છે. આ ઉપરાંત આજથી જ કેન્દ્ર સરકારે રેલવે યાત્રીઓના ભાડામાં પણ પ્રતિ કિમી 1 પૈસાથી લઇને 4 પૈસાનો વધારો કર્યો છે.
વિમાનના ઈંધણની કિંમતોમાં પણ 2.6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એલપીજીના ભાવમાં છેલ્લા પાંચ મહિનાથી સતત વધારો થઇ રહ્યો છે. ઓગસ્ટથી લઇને અત્યાર સુધી એલપીજી સિલિન્ડરમાં 140 રૂપિયાનો વધારો થયો છે.
દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 714 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે ડિસેમ્બરમાં તેની કિંમત 695 રૂપિયા હતી. કોલકાતમાં સિલિન્ડરની કિંમત 747 રૂપિયા થઇ ગઇ છે. મુંબઈમાં ગેસ સિલિન્ડરના ભાવ વધીને 684.50 રૂપિયા અને ચેન્નાઈમાં 734 રૂપિયા થઇ ગયા છે.
હાલ સરકાર એક વર્ષમાં પ્રત્યેક ગ્રાહકને 14.2 કિગ્રાના 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. તેનાથી વધારે સિલિન્ડરની ખરીદી પર ગ્રાહકે બજાર કિંમત ચૂકવવી પડે છે. સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં દરેક મહિને ફેરફાર થાય છે.