સમગ્ર સાઉથ યુરોપમાં ગરમીનો પારો ગગનને આંબી રહ્યો છે ત્યારે બ્રિટનના પ્રવાસીઓ ભૂમધ્ય સમુદ્રના બીચ પર સૂર્યસ્નાન કરવા માટે થનગની રહ્યા છે.

બ્રિટિશ પ્રવાસીઓએ ગરમીનો આનંદ માણવા સ્પેનના બેનિડોર્મ અને પોર્ટુગલના અલ્બુફેરાના દરિયાકિનારા પર ધામા નાંખ્યા છે. ગ્રીસ, સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન અને ટર્કીના પર્યટકોના હોટસ્પોટ્સમાં જંગલી આગ ફાટી નીકળતાં બ્રિટિશ પ્રવાસીઓને આ અઠવાડિયે સમગ્ર સાઉથ યુરોપમાં આવેલા તેમના હોલીડે હોમમાંથી ભાગવાની ફરજ પડી છે.

ભૂમધ્ય સમુદ્ર પારના બ્રિટિશ પ્રવાસીઓને ઝળહળતા સૂર્યના જીવલેણ જોખમો વિશે ચેતવણી આપવામાં આવી રહી છે. હીટવેવને કારણે કેટલાક બ્રિટીશ નાગરીકો હોલીડે માટે પુનર્વિચારણા કરી રહ્યા છે અને કેટલાક છેલ્લી ઘડીએ કેન્સલેશન કરે છે.

  • યુએનએ તા. 18ના રોજ આજે ચેતવણી આપી છે કે વિશ્વએ વધુને વધુ તીવ્ર હીટવેવનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
  • કેરોન નામનો નવો ચક્રવાત ગઈકાલે યુરોપમાં ત્રાટક્યા બાદ મંગળવારે ગરમીનો પારો વધુ ઊંચે જવાની તૈયારીમાં છે.
  • ગ્રીક સત્તાવાળાઓએ પ્રવાસીઓની સુરક્ષા માટે શુક્રવારે દિવસના સૌથી ગરમ સમયે એથેન્સના પ્રાચીન એક્રોપોલિસને બંધ કરી દીધું હતું.

LEAVE A REPLY

4 × four =