(Photo by Christopher Furlong/Getty Images)

વડા પ્રધાન ઋષિ સુનક અને તેમનો પરિવાર એક સપ્તાહ સુધી કેલિફોર્નિયાના સૂર્યનો આનંદ માણવા રવાના થયા હતા. દેશના પ્રભારી નાયબ વડા પ્રધાન ઓલિવર ડાઉડેન તેમની ગેરહાજરીમાં સત્તા સંભાળશે.

LBC રેડિયો પર વાત કરતા સુનકે કહ્યું હતું કે ‘’મેં મારી બે દીકરીઓ ક્રિષ્ના અને અનુષ્કાને ડિઝનીલેન્ડ લઈ જવાનું વચન આપ્યું હતું. આ હોલીડેઝ અમારા માટે ખરેખર ખાસ હશે, કેમ કે અમને ભાગ્યે જ પરિવાર માટે સમય મળે છે. બન્ને દિકરીઓ ડિઝનીલેન્ડની મુલાકાત બાબતે ખૂબ જ ઉત્સાહિત હતી. થોડા વર્ષોથી જેની હું ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, તે મારા બાળકો સાથે સમય વિતાવી રહ્યો છું.”

સુનકે કહ્યું હતું કે “અમે કેલિફોર્નિયા જઈ રહ્યા છીએ, જ્યાં હું મારી પત્નીને મળ્યો હતો, તેથી તે અમારા માટે ખૂબ જ ખાસ છે. બાળકોને ડર છે કે ડિઝનીલેન્ડના સ્ટાર વોર્સ બીટમાં મારા કારણે તેમની ઈચ્છા કરતાં વધુ સમય પસાર કરવો પડશે.”

લગભગ ચાર વર્ષ પહેલાં તેઓ ટ્રેઝરીના ચિફ સેક્રેટરી બન્યા ત્યાર પછી આ તેમની પ્રથમ યોગ્ય હોલીડેઝ છે. જો કે તેઓ તેમની ખાનગી ઓફિસમાંથી દૈનિક અપડેટ્સ મેળવશે.

LEAVE A REPLY

5 × five =