આર્યસમાજના જાણીતા અગ્રણી સ્વામી અગ્નિવેશનું શુક્રવારે, 11 સપ્ટેમ્બરે અવસાન થયું હતું. તેઓ 81 વર્ષના હતા. સ્વામી અગ્નિવેશને લિવરના સિરોસિસની સારવાર માટે નવી દિલ્હીની ઈન્સ્ટીટ્યૂટ ઓફ લિવર એન્ડ બાયિલરી સાઈન્સિઝમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ વણસતા વેંટિલેટર સપોર્ટ પર મુકાયા હતા.
શુક્રવારે સાંજે 6 વાગ્યે તેમને હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો. ડોક્ટરોના તેમને બચાવવાના તમામ પ્રયાસો બાદ સાંજે 6.30 કલાકે તેમનું નિધન થયું હતું એમ હોસ્પીટલની એક યાદીમાં જણાવાયું હતું.
હરિયાણાના ધારાસભ્ય રહી ચુકેલા સ્વામી અગ્નિવેશે 1970માં એક રાજકિય પાર્ટી આર્ય સભાની સ્થાપના કરી હતી. જે આર્યસમાજના સિદ્ધાંતો પર આધારિત હતી. વર્ષ 1977માં તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. તેઓ હરિયાણા સરકારના શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ સમાજના જુદાં-જુદાં ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે, જેમાં કન્યા ભ્રૂણહત્યા અને મહિલાઓની મુક્તિ વિરુદ્ધના અભિયાનમાં સામેલ છે. જન લોકપાલ વિધેયકને લાગૂ કરવા માટે 2011માં ઈન્ડિયા અગેઈંસ્ટ કરપ્શનના અભિયાન દરમિયાન તેઓ અન્ના હજારેના મુખ્ય સહયોગી હતા.