અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેમણે પત્રકાર જમાલ ખાશોગીની હત્યા પછી સાઉદી અરબના પ્રિન્સને તપાસમાંથી બચાવ્યા હતા. જાણીતા ઇન્વેસ્ટિગેટિવ રીપોર્ટર બોબ વૂડવર્ડ સાથેના 18 ઇન્ટરવ્યૂમાંથી એકમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે,
ટ્રમ્પે ક્રાઉન પ્રિન્સના શાસનમાં એક અમેરિકન આલોચક ખાશોગીની સાઉદી કોન્સ્યુલેટની અંદર ક્રુર અંગે મોહમ્મદ બિન સલમાનનો બચાવ કર્યો હતો. બિઝનેસ ઇન્સાઇડર દ્વારા ગુરુવારે પ્રકાશિત મુદ્દાઓ મુજબ ટ્રમ્પે પોતાના આવનારા પુસ્તક ‘રેજ’ માટે વૂડવર્ડને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મેં તેમને બચાવ્યા હતા. હું તેમને એકલા છોડવા માટે કોંગ્રેસમાં સક્ષમ હતો, હું તેમને રોકવામાં પણ સક્ષમ હતો.
ખાશોગીએ વોશિંગ્ટન પોસ્ટ અને વૂડવર્ડના અખબાર માટે પણ આર્ટિકલ લખ્યા હતા. લગ્નના દસ્તાવેજોની કાર્યવાહી સંભાળવા માટે ઓક્ટોબર 2018માં ઇસ્તાંબૂલમાં સાઉદી જવાની લાલચ આપવામાં આવી હતી. તુર્કી અને અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ એક સમયે રાજવી ઇન્સાઇડર રહેલા ખાશોગીની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી.
સાઉદીની એક કોર્ટે સોમવારે આ હત્યા બદલ આરોપીઓને જેલની અને મોતની સજા સંભળાવી હતી, જોકે ખાશોગીની વાગ્દત્તા અને યુનાઇટેડ નેશન્સ માનવાધિકાર બાબતોના એક નિષ્ણાતે આ અંતિમ આદેશ સામે નારાજગી વ્યક્ત કરી હતી.